Site icon Revoi.in

WPL: દિલ્હી કેપિટલ્સની અરુંધતી રેડ્ડીને આચારસંહિતાના ઉલ્લંઘન બદલ દંડ ફટકારાયો

Social Share

મુંબઈઃ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં યુપી વોરિયર્સ સામેની વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) મેચ દરમિયાન આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દિલ્હી કેપિટલ્સની અરુંધતી રેડ્ડીને તેની મેચ ફીના 10% દંડ ફટકારવામાં આવ્યો છે.

અરુંધતિ પર WPLની આચાર સંહિતાની કલમ 2.5 હેઠળ લેવલ 1નો ગુનો લાગૂ કરવામાં આવ્યો છે, જે મેચ દરમિયાન અપમાનજનક ભાષા, ક્રિયાઓ અથવા હાવભાવનો ઉપયોગ કરવા સંબંધિત છે.

મેચ દરમિયાન વિકેટ લીધા બાદ અરુંધતિએ બેટ્સમેનને ઉત્સાહપૂર્વક પેવેલિયન તરફ ઈશારો કર્યો હતો. આ બાદ તેણે તેનો ગુનો કબૂલ કર્યો છે. આચારસંહિતાના લેવલ 1 ભંગ માટે, મેચ રેફરીનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા છે.

મેચની વાત કરીએ તો આ મેચમાં યુપીએ પ્રથમ બેટિંગ કરતા 9 વિકેટે 119 રન બનાવ્યા હતા જેના જવાબમાં દિલ્હીએ 14.3 ઓવરમાં 1 વિકેટે 123 રન બનાવીને 9 વિકેટે મોટી જીત નોંધાવી હતી.