Site icon Revoi.in

WTC ફાઈનલઃ ન્યૂઝીલેન્ડના કપ્તાન વિલિયમ્સનના મતે ભારત પાસે વિશ્વની શાનદાર અટેકીંગ ટીમ

Social Share

દિલ્હીઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમ્સનને તા. 18મી જૂનના રોજ રમાનારી આઈસીસી વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના પહેલા જણાવ્યું હતું કે, ભારત પાસે જોરદાર આક્રમણ છે અને એક મજબુત ટીમ છે. જો કે, વિલિયમ્સનની ઈચ્છા છે કે, ફાઈનલની તૈયાર થઈ રહેલી પિચ ઉપર વરસાદની સિઝનને જોઈને ઘાસ ઓછુ રાખવું જોઈએ.

આઈસીસીની વેબસાઈટને ઈન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારત પાસે જોરદાર એટેક છે અને સારી ટીમ છે. અમે ભારતીય ટીમના આક્રમણની ઉંડાણ જોઈ રહ્યાં છીએ. જે ક્યારેક ઓસ્ટ્રેલિયાની ટીમમાં જોવા મળતું હતું. ફાસ્ટ બોલીંગ હોય કે સ્પીનમાં ભારત પાસે અનેક વિવિધતા અને શક્તિ છે. વિલિયમ્સને સાઉથેમ્પટનની ધ રોઝ બાઉલ સ્ટેડિયમની પીચને લઈને કહ્યું હતું કે, ઈંગ્લેન્ડમાં હાલ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી ક્યુપેટર દ્વારા પિચ ઉપર ઘાર ઓછુ રાખવું જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અહીંથી ઘાસ હટાવીને સારી રીતે રોલ પણ કરવું જોઈએ. ત્યારે જેટલો વરસાદ વહરસી રહ્યો છે જેને ધ્યાનમાં રાખીને ક્યુરેટરએ પિચ ઉપર ઓછુ ઘાસ રાખવું જોઈએ. અહીંની પરિસ્થિતિ અલગ છે અને અહીં ડ્યુક્સ બોલનો સામનો કરવો રોચક હશે.

ન્યૂઝીલેન્ડની ટીમ ઘણા સમય પહેલા ઈંગ્લેન્ડ પહોંચી ગઈ છે તેમજ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે લોડર્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ ડ્રોમાં પરિણમી હતી. સિરીઝની બીજી ટેસ્ટ તા. 10મી જૂનના રોજ બર્મિધમમાં રમાશે. જેથી ભારત સામેની ફાઈનલ પહેલા ન્યૂઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડની પરિસ્થિતિથી પરિચીત થઈ જશે. બીજી તરફ ભારતીય ટીમ તા. 3 જૂનના રોજ ઈંગ્લેન્ડ પહોંચી હતી. જે બાદ આઈસોલેશનમાં છે. આઈસોલેશન સમય પૂર્ણ થયા બાદ વિરાટ સેના અભ્યાસ શરૂ કરશે.