Site icon Revoi.in

યોગ દિવસ: રાજ્યમાં પસંદ કરાયેલા 75 આઈકોનિક સ્થળોમાં જામનગરના રણમલ તળાવનો સમાવેશ

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”અંતર્ગત 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસને “યોગ અમૃત મહોત્સવ” તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે જે અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્યના વિવિધ પર્યટન સ્થળો, ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળોને ધ્યાને લઈ 75 જેટલી જગ્યાએ યોગ કરતા સાધકોનું વિડિયો શુટિંગ કરવામાં આવનાર છે. જે અન્વયે જામનગરના રણમલ તળાવની પણ આઈકોનિક સ્થળ તરીકે પસંદગી કરવામાં આવતા આ સ્થળે રાજ્ય સરકાર દ્વારા યોગ ફિલ્મનુ શુંટીગ કરવામાં આવ્યુ હતુ. શુક્લા, હર્શીતાબેન મેહતા, રાજેશ્રીબેન પટેલ તેમજ જામનગર શહેર-જિલ્લાના 125 જેટલા યોગ સાધકો ઉપસ્થિત રહી યોગ કર્યા હતા.

રાજ્યમાં તા. 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે તડમાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદ શહેરના રિવરફ્રન્ટ ખાતે રાજ્યકક્ષની ઉજવણી કરવામાં આવશે. આ ઉપરાંત વિવિધ સ્કૂલ, કોલેજ તથા સામાજીક અને જાહેર સ્થળો ઉપર પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.