Site icon Revoi.in

ઘરે જ બનાવી શકો છો મુલ્તાની ફુદીના લસ્સી, તમે સ્વાદ ભૂલી નહીં શકો

Social Share

ઉનાળો બહું જલ્દી આવવાનો છે. આ મૌસમમાં ઠંડા પીણાની ડિમાંડ ખૂબ વધી જશે. ઘણા લોકો આર્ટિફિશિયલ ડ્રિંકને પસંદ કરે છે. તો ઘણા લોકો હજી પણ નેચરલ વસ્તુઓને મહત્વ આપે છે. છાસ, ઠંડાઈ અને લસ્સી જેવા ડ્રિંક્સ તેનું સારૂ ઉદાહરણ છે. જો તમે પણ લસ્સીના શોખીન છો અને ક્લાસિક રીતે બનાવી ને કંટાળી ગયા છો તો અમે તમને કંઈક નવું બતાવીએ.

આ ડ્રિંક ટેસ્ટી હોવાની સાથે રિફ્રેશિંગ પણ છે. આમાં ફૂદીનાનો ટ્વિસ્ટ પણ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. આ ડ્રિંક નોર્મલ દિવસો સિવાય સ્પેશ્યલ દિવસે પણ સ્રવ કરી શકાય છે. હોળી અને ઈદના તહેવારે પણ આ આઈડિયલ ડ્રિંક છે. તો જાણીએ તેની રેસિપી.

મુલતાની ફૂદીનાની લસ્સી કેવી રીતે બનાવવી?
દહીં- 1 કપ
દૂધ- ¼ કપ
જીરૂ- ½ નાની ચમચી
ફૂદીનાના પત્તા- 10,12
મીઠુ સ્વાદ અનુસાર
જરૂર પ્રમાણમાં બરફના ટુકડા

બનાવવાની રીતઃ બ્લેન્ડરમાં એક કપ દહીં લો. દૂધ, જીરું, ફુદીનાના પત્તા, મીઠું નાખીને બ્લેન્ડ કરો. એક ગ્લાસમાં ફુદીનાની લસ્સી નાખો. બરફના ટુકડા ઉમેરો અને ફુદીનાના પત્તાથી ગાર્નિશ કરો. ઠંડુ કરીને સર્વ કરો.

Exit mobile version