Site icon Revoi.in

ઉત્તરપ્રદેશઃ 15 હજાર નંગ લીંબુની ચોરીની વિચિત્ર ઘટના, વાડી માલિકાઓએ રાખ્યા ચોકીદાર

Social Share

લખનૌઃ ઉનાળાની હાલ કાળઝાળ ગરમી પડી રહી છે. બીજી તરફ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લીંબુનો બાવ રૂ. 400 પ્રતિકિલો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં એક નંગ છુટુ લીંબુ પણ રૂ.15માં વેચાઈ રહ્યું છે. દરમિયાન ઉત્તરપ્રદેશના કાનપુરમાં લીંબુની વાડીઓમાંથી 15 હજાર જેટલા લીંબુની ચોરી ઘટના સામે આવી છે. વાડીઓમાં ચોરીના બનાવો બનતા હવે વાડી માલિકોએ ચાકીદાર રાખ્યાં છે અને ચોકીદાર 24 કલાક રખેવાડી કરે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ચૌબેપુર, બિથુર કાત્રી, મંધાના, પરિયારમાં લગભગ 2000 વીઘા જમીનમાં લીંબુના બગીચા છે. આ પહેલીવાર છે જ્યારે લીંબુના બગીચાની રક્ષા કરવામાં આવી રહી છે. લીંબુના ભાવમાં વધારો થયા બાદ લીંબુની ચોરીના બનાવ સામે આવ્યાં છે. બિથુર કેટરીમાં લીંબુ ઉગાડતા રામ નરેશ, ચિરંજુ, ચૌભી નિષાદ, જગરૂપ, કેર ટેકર રાજેન્દ્ર પાલે જણાવ્યું કે હવે લીંબુના બગીચાની રાત-દિવસ રક્ષા કરવી પડે છે. આ પહેલીવાર છે કે લીંબુની ચોરીની ઘટના બની છે. બગીચાના માલિકોએ લીંબુની સંભાળ રાખવા માટે ચોકીદાર રાખ્યો છે.

શિવદિન પૂર્વાના અભિષેક નિષાદે બિથુર પોલીસ સ્ટેશનમાં લીંબુની ચોરીની ફરિયાદ નોંધાવી છે. ચોર તેના ત્રણ વીઘા બગીચામાં ત્રણ દિવસમાં બે હજાર લીંબુ લઈ ગયા હતા. વ્યથિત અભિષેક નિષાદે લીંબુ તૈયાર થાય ત્યાં સુધી બગીચામાં પોતાનો આશ્રય બનાવ્યો છે. લગભગ તમામ લીંબુ બગીચાઓનો આ નજારો છે. રખેવાળ દરેક લીંબુની ગણતરી કરીને રેકોર્ડ જાળવી રહ્યા છે.