Site icon Revoi.in

કોરોના ગ્રહણઃ અમદાવાદમાં ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં સૌથી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. દરમિયાન સરકારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ ફ્લાવર શો અને પતંગ મહોત્સવ મોકુફ રાખવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. શહેરમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યાં છે તેને જોતા વધારે નિયંત્રણો નાખવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ કોરોનાના કેસ વધતા સરકાર પણ હરકતમાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોરોનાના કેસ વધારો થતા હોવાથી ફ્લાવર શો અને પતંગ મહોત્સવને રદ કરવાની માંગણી કરવામાં આવી હતી. જો કે, મનપા સરકારી ગાઈડલાઈન અનુસાર બંને કાર્યક્રમ યોજાવા મકકમ હતી. બીજી તરફ અમદાવાદમાં છેલ્લા ત્રણેક દિવસથી સરેરાશ એક હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. જેથી આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું હતું. તેમજ મનપા દ્વારા કોરોનાને વકરતો અટકાવવા જરૂરી સૂચનો કરવામાં આવ્યાં છે. કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મનપા દ્વારા ફ્લાવર શો અને પતંગ મહોત્સવને રદ કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ સહિત રાજ્યના ચાર શહેરમાં હાલ રાતના 11થી સવારના 5 કલાક સુધી કરફ્યુનો અમલ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જે ગતિએ કોરોનાના કેસ વધી રહ્યાં છે. તેને જોતા એવુ લાગી રહ્યું છે કે, સરકાર દ્વારા આકરા નિયંત્રણો લાદવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.