Site icon Revoi.in

સવારે નવશેકા પાણીમાં કાળુ મીઠુ મિક્સ કરી પીવાથી થશે અદભૂત ફાયદા

Social Share

કોરોના પછી લોકો પોતાના આરોગ્યને લઈને વધારે જાગૃત બન્યાં છે. ત્યારે દરરોજ સવારે સાદા પાણીને બદલે નવશેકા પાણી સાથે કાળુ મીઠું મિક્સ કરીને પીવાથી શરીરને અનેક ફાયદા થશે, તેમજ અનેક બીમારીઓ શરીરથી દૂર રહેશે. આવુ પાણી પીવાથી પાચનમાં સુધારો થાય છે અને પાચન શક્તિ વધારે મજબુત બને છે. જેથી પેટમાં ગેસ અને પેટનું ફૂલવું ઘટાડે છે. તેના કુદરતી ગુણધર્મો એસિડને સંતુલિત કરે છે.

ડિટોક્સિફિકેશન – હુંફાળા પાણીમાં કાળું મીઠું ભેળવીને પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. તે શરીરની ઊંડી સફાઈ કરે છે. આ પાણી બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ આનો ફાયદો ઉઠાવી શકે છે. તે શરીરને તાજગી અને ઉર્જા પ્રદાન કરે છે, જેના કારણે તમે રોજિંદા કાર્યોમાં સક્રિય રહો છો. આ પાણી તમારું વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ખાસ કરીને જ્યારે તેને સંતુલિત આહાર અને નિયમિત કસરત સાથે લેવામાં આવે. તે સ્નાયુઓ અને નર્વસ સિસ્ટમની કામગીરી માટે જરૂરી છે. દરરોજ સવારે એક ગ્લાસ નવશેકા પાણીમાં 1/4 ચમચી કાળું મીઠું સારી રીતે મિક્સ કરીને ખાલી પેટ પીવાથી અનેક ફાયદા થાય છે.

Exit mobile version