Site icon Revoi.in

નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવા માટે 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે

10th Armed Forces Veterans Day

10th Armed Forces Veterans Day

Social Share

નવી દિલ્હી, 14 જાન્યુઆરી, 2026 – 10th Armed Forces Veterans Day કૃતજ્ઞ રાષ્ટ્ર આજે 14 જાન્યુઆરી, 2026 ના રોજ 10મો આર્મ્ડ ફોર્સ વેટરન્સ ડે (Armed Forces Veterans’ Day) ઉજવી રહ્યો છે. જે અંતર્ગત રાષ્ટ્રની વિશિષ્ટ સેવા કરનારા નિવૃત્ત સૈનિકોની બહાદુરી, બલિદાન અને સમર્પિત સેવાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણી માટે દેશભરમાં શ્રેણીબદ્ધ કાર્યક્રમો અને આઉટરીચ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હી કેન્ટના માણેકશા સેન્ટર ખાતેના મુખ્ય કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ હાજરી આપી અને દિલ્હી/NCR માં રહેતા નિવૃત્ત સૈનિકો આમાં સહભાગી થયા.

આ દિવસની ઉજવણી દેશભરમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 34 રાજ્ય સૈનિક બોર્ડ અને સમગ્ર ભારતમાં વિવિધ સ્થળોએ 434 જિલ્લા સૈનિક બોર્ડ દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં નિવૃત્ત સૈનિકોની રેલીઓ, ફરિયાદ નિવારણ કાઉન્ટર્સની સ્થાપના અને ‘સિસ્ટમ ફોર પેન્શન એડમિનિસ્ટ્રેશન – રક્ષા’ (SPARSH), ‘ભૂતપૂર્વ સૈનિક અંશદાયી આરોગ્ય યોજના’ (ECHS) અને ભારતીય સેના, ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેનાના રેકોર્ડ ઓફિસો દ્વારા નિવૃત્ત સૈનિકો અને તેમના આશ્રિતોની ચિંતાઓને દૂર કરવામાં મદદ કરવા માટે ફેસિલિટેશન હેલ્પ ડેસ્કનો સમાવેશ થશે. રોજગાર એજન્સીઓ, સંરક્ષણ અને સરકારી કલ્યાણ સંસ્થાઓ અને બેંકો પણ નિવૃત્ત સૈનિકો અને તેમના પરિવારોને માહિતી અને સહાય પૂરી પાડવા માટે સ્ટોલ ઉભા કરશે.

ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર-ઇન-ચીફ ફિલ્ડ માર્શલ કે.એમ. કરિપ્પા, OBE ના વારસા અને ઉત્કૃષ્ટ સેવાના માનમાં દર વર્ષે 14મી જાન્યુઆરીએ સશસ્ત્ર દળ વેટરન્સ ડે ઉજવવામાં આવે છે, જેઓ 1953માં આ દિવસે નિવૃત્ત થયા હતા. ભારતના લશ્કરી ઇતિહાસમાં એક મહાન વ્યક્તિત્વ ધરાવતા ફિલ્ડ માર્શલ કરિપ્પાએ 1947ના યુદ્ધમાં દળોને વિજય તરફ દોર્યા હતા અને સેવા, શિસ્ત અને દેશભક્તિના સ્થાયી વારસાનો પાયો નાખ્યો હતો. આ દિવસ નિવૃત્ત સૈનિકો પ્રત્યે રાષ્ટ્રના ઊંડા આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરે છે અને સેવારત કર્મચારીઓ, નિવૃત્ત સૈનિકો અને નાગરિકો વચ્ચેના બંધનને મજબૂત બનાવે છે.

આ પણ વાંચોઃ આદિ શંકરાચાર્યના સમગ્ર કર્તૃત્વને ગુજરાતીમાં ઉતારવાનું ભગીરથ કાર્ય પૂર્ણ, હવે 15 ગ્રંથ ઉપલબ્ધ

Exit mobile version