Site icon Revoi.in

મોદી સરકારના 12 વર્ષ: કાર્યક્રમોની પૂર્વતૈયારી સંદર્ભે જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ

12 years of Modi government: A virtual meeting was held under the chairmanship of Jagdishbhai Vishwakarma

12 years of Modi government: A virtual meeting was held under the chairmanship of Jagdishbhai Vishwakarma

Social Share

ગાંધીનગર, 26 મે 2026 – મોદી સરકારના 12 વર્ષ પૂરા થવા નિમિત્તે ગુજરાત ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમોની પૂર્વતૈયારી સંદર્ભે જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં ગઈકાલે સોમવારે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી.

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારીમાં જણાવ્યા અનુસાર, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષમાં શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશભરમાં જનકલ્યાણ, વિકાસ તથા દેશની સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં દેશમાં ઐતિહાસિક અને અભૂતપૂર્વ કામગીરી થઇ છે ત્યારે ભાજપાના “અવિરત 12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણ” અભિયાન અંતર્ગત આગામી કાર્યક્રમોની પૂર્વતૈયારી સંદર્ભે સોમવારે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ બેઠક યોજાઇ હતી જેમાં શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ પેટ્રોલ- ડીઝલના વ્યવહારુ ઉપયોગ સાથે વિવિધ કાર્યક્રમોના સુચારુ આયોજન માટે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું.

આ પણ વાંચોઃ અરવલ્લીમાં ભાજપે સત્તા સંભાળી, બાયડ-સાઠંબા-ધનસુરા તાલુકા પંચાયતમાં મજબૂત કબજો

બેઠકમાં અભિયાનના કેન્દ્રીય સમન્વયક અને લોકસભાના સાંસદશ્રી ડૉ. સંજય જયસ્વાલ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરે વિવિધ સંગઠનાત્મક મુદ્દે વિગતવાર છણાવટ કરી કાર્યકરોને માર્ગદર્શિત કર્યા હતા. પ્રદેશના ઉપાધ્યક્ષ અને અભિયાનના પ્રદેશ ઇન્ચાર્જશ્રી ભરતભાઈ પંડ્યાએ પણ આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. પ્રદેશ મહામંત્રીશ્રી પ્રશાંતભાઈ કોરાટે બેઠકનું સંચાલન તેમજ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને અભિયાનના પ્રદેશ સહ ઇન્ચાર્જશ્રી બ્રિજેશભાઈ મેરજાએ આભારવિધિ સંપન્ન કરી હતી. આ બેઠકમાં પ્રદેશ મહામંત્રીશ્રીઓ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ તથા શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ વર્ચ્યુઅલ બેઠકમાં રાજ્યના તમામ જિલ્લા અને મહાનગર ખાતે જિલ્લા-મહાનગરમાં રહેતા પ્રદેશના પદાધિકારીઓ, જિલ્લા-મહાનગરના પ્રમુખ, પ્રભારી, સાંસદ, ધારાસભ્યો, સંગઠનના પદાધિકારીઓ, મોર્ચાના પ્રમુખ – મહામંત્રીઓ, વોર્ડ પ્રમુખો, મહાનગર મીડિયા અને સોશિયલ મીડિયાના ઇન્ચાર્જ તથા અભિયાનની ટીમ સહિતના અપેક્ષિત શ્રેણીના કાર્યકરોએ બેઠકમાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું.

Exit mobile version