Homerevoinewsપીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની...

પીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની ચર્ચા થાય છે?

  • પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના વડોદરા ખાતેના ભવ્ય રોડ શો બાદ ‘સ્વચ્છતા હી સેવા‘ અને ‘સેવા હી સંગઠન‘ ના ભાવ સાથે ભાજપા કાર્યકર્તાઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું

વડોદરા, 12 મે, 2026 – પીએમ મોદીના વડોદરા રોડ શો બાદ ભાજપના કાર્યકરોએ એવું શું કર્યું જેની ચર્ચા થાય છે? વાસ્તવમાં વડોદરા ખાતે આયોજિત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શોમાં મોટી સંખ્યામાં જનમેદનીની ઉપસ્થિત રહી હતી. રોડ-શો દરમિયાન અદભૂત ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો.

નાગરિકોએ દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા માટે અને અભિવાદન કરવા માટે માર્ગોના બંને બાજુએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી નરેન્દ્રભાઇ મોદીને આવકારી પુષ્પોની વર્ષા કરી હતી.

What did BJP workers do after PM Modi's Vadodara roadshow that is being discussed?
What did BJP workers do after PM Modi’s Vadodara roadshow that is being discussed?

રોડ-શો ની પૂર્ણાહુતિ બાદ વડોદરા મહાનગર તથા વડોદરા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સવારે નાગરિકોને અગવડ ન પડે તે ધ્યાને રાખી ‘સ્વચ્છતા હી સેવા‘ અને ‘સેવા હી સંગઠન‘ ના ભાવ સાથે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું જેમાં કાર્યકર્તાઓએ જોડાઈ રોડ-શો ના રૂટ પર રસ્તા પર પડેલા પુષ્પો અને અન્ય કચરાની સફાઈ કરી હતી.

આ પણ વાંચોઃ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વડાપ્રધાનના હસ્તે ટપાલ ટિકિટ અને રૂ. ૭૫ના મૂલ્યના સિક્કાનું અનાવરણ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular