Site icon Revoi.in

દિલ્હીમાં ગુનાખોરીમાં 15 ટકાનો વધારો, 21 ગેંગ એક્ટિવ

Social Share

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ગુનાખોરીમાં સતત વધારો થઈ રહ્યો છે. પોલીસના આંકડા અનુસાર એક વર્ષમાં લગભગ 15 ટકાનો વધારો થયો છે. એટલું જ નહીં સમગ્ર દિલ્હીમાં 21 જેટલી ગેંગ એક્ટિવ હોવાનું જાણવા મળે છે. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે, દિલ્હીના અલગ-અલગ જિલ્લામાં 21 ગેંગ એક્ટિવ છે. વર્ષ 2021માં આ ગેંગના સાત જેટલા કુખ્યાત ગુનેગારોને ઠાર મારવામાં આવ્યાં હતા. દિલ્હી પોલીસ દ્વારા ગુનાખોરીનો ડામવા માટે પગલા ભરવામાં આવી રહ્યાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ વાર્ષિક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, વર્ષ 2021માં દિલ્હી પોલીસના સ્ટેશિયલ સેલએ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના નાપાક ઈરાદાનો પર્દાફાશ કર્યો હતો. દિલ્હીમાં હુમલાનું કાવતરુ ઘડનાર 13 આતંકવાદીઓને ઝડપી લેવામાં આવ્યાં હતા. જે પૈકી ઓસામા અને જિશાને પાકિસ્તાનમાં તાલીમ લીધી હતી. આગામી સમયમાં આપણી સામે અનેક પડકારો છે જેની સામે આપણે લડવાનું છે. ગૃહ વિભાગના આદેશ ઉપર આપણે આપણો એક્શન પ્લાન બનાવ્યો છે જેનો અમલ કરવામાં આવશે.

દિલ્હીમાં ગયા વર્ષે ગુનાખોરી વધી હતી. વર્ષ 2020ની સરખામણીમાં 15 ટકાનો વધારો થયો છે. વર્ષ 2020માં 2,38642 કેસ નોંધાયા હતો. જેની સામે વર્ષ 2021માં 277664 ગુના નોંધાયાં હતા. 2020માં લૂંટની છ ઘટના બની હતી. જ્યારે 2021માં 24 બનાવ બન્યાં હતા. 2020માં હત્યાના 447, હત્યાના પ્રયાસના 550ના ગુના નોંધાયાં હતા. જ્યારે 2021માં હત્યાના 435 અને હત્યાના પ્રયાસના 729 ગુના નોંધાયાં હતા.