Site icon Revoi.in

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 44માંથી ભાજપના 22 ઉમેદવારો કરોડપતિ

Social Share

ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી આગામી તા. 18મી એપ્રિલનો રોજ યોજાશે આ ચૂંટણી માટે હાલ ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે. ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાઈ ગયા છે. જેમાં    ભાજપના 44માંથી 22 ઉમેદવારના પરિવાર પાસે 1 કરોડથી 45 કરોડ સુધીની સંપત્તિ છે. આ સંપત્તિમાં રોકડ, બૅન્ક, શૅર, ડિબેન્ચર, સોના-ચાંદીના દાગીના, જમીન, મકાન, પ્લોટ સહિતની સ્થાવર-જંગમ મિલકતનો સમાવેશ થાય છે. સંપત્તિના આંકડામાં પુરુષ ઉમેદવારોની પત્નીઓ જ્યારે મહિલા ઉમેદવારોના પતિની સંપત્તિ સહિતની કુલ પારિવારિક સંપત્તિનો સમાવેશ થાય છે.

ગામધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષો પણ ફોર્મ ભર્યા છે. જેમાં ભાજપના 22 મેદવારો કરોડપતિ છે. સૌથી ઓછી રૂ. 2.30 લાખની સંપત્તિ વોર્ડ નં-8ના ઉષાબેન ઠાકોરે દર્શાવી છે. લખપતિમાં 6ની સંપત્તિ 50 લાખથી વધુ છે. 9ની સંપત્તિ 20 લાખથી લઈને 47 લાખ છે જ્યારે બાકીના 6 ઉમેદવારની સંપત્તિ 3 લાખથી લઈને 17 લાખ છે. આ રીતે ભાજપના 22 ઉમેદવારોની સંપત્તિ અંગેની વિગતો મળી છે. ઉમેવાદરોમાં 27 ઉમેદવારો કે તેના પરિવાર પાસે કાર છે, જેમાં વોર્ડ નં-6ના ભાવનાબેન ગોલના પરિવારમાં જગુઆર તો મીરાબેન પટેલના પરિવારમાં ડિસ્કવરી કાર છે. 11 ઉમેદવારોએ ટુ વ્હીલર દર્શાવ્યા છે. જ્યારે 6 એવા ઉમેદવારો છે જેમને કોઈ વાહન જ નથી બતાવ્યા.

ગુનાઈત ઈતિહાસમાં વોર્ડ નં-10ના ભાજપના ઉમેદવાર એવા મહેન્દ્રભાઈ પટેલ (દાસ) સામે વિશ્વાસઘાત, ઠગાઈ, ખોટા દસ્તાવેજ અંગે આરોપ મુકતો ગુનો નોંધાયેલો છે. જે કેસ હાલ ધ્રાંગધ્રા કોર્ટમાં ચાલી રહ્યો છે. આ તરફ વોર્ડ નં-1 ઉમેદવાર નટવરજી મથુરજી ઠાકોરે બે એફિડેવીટ રજૂ કરેલી છે. જેમાં એકમાં તેઓએ પોતે 498ના ગુનામાં દોષિત ઠર્યા હોવાનો ઉલ્લેખ કર્યો છે જ્યારે બીજી એફિડેવીટમાં કોઈ ગુનો ન હોવાનો ઉલ્લેખ કર્યો છે.  અભ્યાસની વાત કરીએ તો ભાજપના ઉમેદવારોમાં એક 6 ધોરણ પાસ, એક 7 ધોરણ પાસ, એક 8 ધોરણ પાસ, પાંચ 9 ધોરણ પાસ, પાંચ 10 ધોરણ પાસ, 14 ઉમેદવાર 12 ધોરણ પાસ તથા 16 ઉમેદવારે કોલેજ તથા તેનાથી વધુ અભ્યાસ કર્યો છે. જેમાં સૌથી વધુ એમડી મેડિસીન સુધીનો અભ્યાસ વોર્ડ નં-9ના ઉમેદવાર ડૉ. સંકેત પંચાસરાએ દર્શાવ્યો છે જ્યારે વોર્ડ નં-4 ઉમેદવાર દક્ષા મકવાણાએ અભ્યાસ દર્શાવ્યો નથી.