નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી 2026 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ રૂ. 18,509 કરોડ (આશરે) ના કુલ ખર્ચ સાથે રેલવે મંત્રાલયના ત્રણ (3) પ્રોજેક્ટ્સને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ્સમાં કસારા – મનમાડ ત્રીજી અને ચોથી લાઇન, દિલ્હી – અંબાલા ત્રીજી અને ચોથી લાઇન અને બલ્લારી – હોસપેટ ત્રીજી અને ચોથી લાઇનનો સમાવેશ થાય છે. વધેલી લાઇન ક્ષમતા ગતિશીલતામાં નોંધપાત્ર વધારો કરશે, ભારતીય રેલવેની કાર્યકારી કાર્યક્ષમતા અને સેવા વિશ્વસનીયતામાં સુધારો કરશે. આ મલ્ટી-ટ્રેકિંગ દરખાસ્તો કામગીરીને સુવ્યવસ્થિત કરવા અને ભીડ ઘટાડવા માટે રચાયેલ છે. આ પ્રોજેક્ટ્સ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નવા ભારતના વિઝન સાથે સુસંગત છે, જે પ્રદેશના લોકોને “આત્મનિર્ભર” બનાવશે અને પ્રદેશમાં મોટા પાયે વિકાસ કરીને તેમના રોજગાર/સ્વરોજગારની તકોમાં વધારો કરશે.
આ પ્રોજેક્ટ્સ પીએમ-ગતિ શક્તિ નેશનલ માસ્ટર પ્લાન હેઠળ આયોજિત છે, જે સંકલિત આયોજન અને હિસ્સેદારોના પરામર્શ દ્વારા મલ્ટી-મોડલ કનેક્ટિવિટી અને લોજિસ્ટિક્સ કાર્યક્ષમતા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ પ્રોજેક્ટ્સ લોકો, માલસામાન અને સેવાઓની અવરજવર માટે સીમલેસ કનેક્ટિવિટી પ્રદાન કરશે. દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યોના 12 જિલ્લાઓને આવરી લેતા ત્રણ (3) પ્રોજેક્ટ્સ, ભારતીય રેલવેના હાલના નેટવર્કને આશરે 389 કિમી સુધી વિસ્તૃત કરશે. પ્રસ્તાવિત મલ્ટી-ટ્રેકિંગ પ્રોજેક્ટ આશરે 97 લાખ વસ્તી ધરાવતા આશરે 3,902 ગામડાઓ સાથે કનેક્ટિવિટી વધારશે.
પ્રસ્તાવિત ક્ષમતા વૃદ્ધિથી દેશભરના અનેક મુખ્ય પર્યટન સ્થળો સાથે રેલ કનેક્ટિવિટીમાં સુધારો થશે, જેમાં ભાવલી ડેમ, શ્રી ઘાટન દેવી, ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી માતા વૈષ્ણો દેવી કટરા/શ્રીનગર અને હમ્પી (યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ), બલ્લારી કિલ્લો, દારોજી સ્લોથ બેર અભયારણ્ય, તુંગભદ્રા ડેમ, કેંચનગુડ્ડા અને વિજયા વિઠ્ઠલા મંદિર જેવા મુખ્ય આકર્ષણોનો સમાવેશ થાય છે.
પ્રસ્તાવિત પ્રોજેક્ટ્સ કોલસો, સ્ટીલ, આયર્ન ઓર, સિમેન્ટ, ચૂનાના પથ્થર/બોક્સાઇટ, કન્ટેનર, અનાજ, ખાંડ, ખાતરો, પીઓએલ, વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આવશ્યક માર્ગો છે. ક્ષમતા વધારવાના કાર્યથી 96 MTPA (વાર્ષિક મિલિયન ટન)નો વધારાનો માલ પરિવહન શક્ય બનશે. રેલવેએ પર્યાવરણને અનુકૂળ અને ઊર્જા-કાર્યક્ષમ પરિવહનનું માધ્યમ છે, જે આબોહવા લક્ષ્યો પ્રાપ્ત કરવામાં અને દેશના લોજિસ્ટિક્સ ખર્ચ, ઓઇલ આયાત (22 કરોડ લિટર) અને CO2 ઉત્સર્જન (111 કરોડ કિગ્રા) ઘટાડવામાં મદદ કરશે, જે 04 (ચાર) કરોડ વૃક્ષો વાવવા બરાબર છે.
આ પણ વાંચોઃ ભારતની પ્રથમ અંડરવોટર ટ્વીન ટ્યુબ રોડ-રેલ ટનલને કેબિનેટની મંજૂરી મળી

