દિલ્હીઃ અમેરિકી સંસદસભ્ય એન્ડી લેવિને ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. કોંગ્રેસના સભ્ય એન્ડી લેવિને જણાવ્યું હતું કે વિરોધના એક વર્ષ કરતાં વધુ સમય પછી ભારતમાં ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવામાં આવ્યો તે જોઈને આનંદ થયો. આ દરમિયાન એન્ડી લેવિને કોર્પોરેટ હિતોને લઈને મોટું નિવેદન આપ્યું હતું.
કોંગ્રેસના સભ્ય એન્ડી લેવિને કહ્યું, “આ એ વાતનો પુરાવો છે કે જ્યારે ભારત અને વિશ્વભરના કામદારો એક સાથે આવે છે, ત્યારે તેઓ કોર્પોરેટ હિતોને હરાવી શકે છે અને પ્રગતિ કરી શકે છે.” વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ કૃષિ કાયદાઓને રદ કરવાનો નિર્ણયની જાહેરાત કરી હતી. એટલું જ નહીં તેમણે ખેડૂતોને આંદોલન પૂર્ણ કરીને પરત ઘરે જતા રહેવા અપીલ કરી હતી.
સરકારના 3 કૃષિ કાયદાની વિરોધમાં છેલ્લા એક વર્ષથી ખેડૂતો દિલ્હીની બોર્ડર પાસે આંદલન કરી રહ્યાં હતા. ગુરુ નાનક જયંતિના શુભ અવસર પર રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન મોદીએ કહ્યું કે આ કાયદા ખેડૂતોના હિત માટે છે પરંતુ તેમણે જનતાની માફી માંગી કે સરકાર ખેડૂતોના એક વર્ગને સમજાવી શકી નથી.