Site icon Revoi.in

રાજ્યસભાની 56 બેઠકો ઉપર તા. 27મી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી

Social Share

નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 15 રાજ્યની 56 બેઠકો ઉપર આગામી 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, રાજ્યસભાના 56 સાંસદોનો કાર્યકાળ એપ્રિલ 2024માં પૂર્ણ થઈ રહ્યો છે, જેને લઈને તા. 27મી ફેબ્રુઆરીએ સવારે 9થી સાંજના 4 કલાક સુધી મતદાન યોજાશે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ 15મી ફેબ્રુઆરીએ છે.

રાજ્યસભામાં આંધ્રપ્રદેશની 3, બિહારની છ, ગુજરાતની 4, કર્ણાટકની ચાર, મધ્યપ્રદેશની પાંચ, મહારાષ્ટ્રની છ, ઉત્તરપ્રદેશની 10, પશ્ચિમ બંગાળની પાંચ, તેલંગાણા, ઓડિસા અને રાજસ્થાનનની 3-3, ઉત્તરાખંડ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશની એક-એક બેઠક ઉપર ચૂંટણી યોજાશે. રાજ્યસભાની 56 બેઠકો ઉપર 27મી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાશે અને તે જ દિવસે મતગણતરી હાથ ધરવામાં આવી છે.

ચૂંટણીપંચ દ્વારા ચૂંટણીને લઈને 8મી ફેબ્રુઆરીના રોજ પરિપત્ર જાહેર કરવામાં આવશે. 15મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. તા. 16મી ફેબ્રુઆરીના રોજ ઉમેદવારી ફોર્મ ચકાસવામાં આવશે. 20મી ફેબ્રુઆરીના રોજ 20મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકાશે. દેશમાં ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને વિવિધ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. દરમિયાન ચૂંટણી પંચ દ્વારા રાજ્યસભાની 56 બેઠક ઉપર ચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ ચૂંટણીને પણ ખુબ મહત્વની માનવામાં આવે છે.