નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં હવે ઓડિશામાં વિમાન ક્રેશ થયાની ઘટના સામે આવી છે. ઓડિશાના રાઉફકેલા વિસ્તારમાં 9 સીટર પ્લેન ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં પાયલોટ સહિત 6 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે.
પ્રાથમિક માહિતી અનુસાર પ્લેન રાઉફકેલામાંથી ઉડાન ભરીને ભૂવનેશ્વર જઈ રહ્યું હતું. ઉડાન ભર્યાના 10 કિમી બાદ જ અચાનક પ્લેન ક્રેશ થયું હતું. આ બનાવને પગલે આસપાસના લોકો સ્થળ પર દોડી ગયા હતા. તેમજ વહીવટી તંત્ર પણ સ્થળ પર દોડી ગયું હતું. આ ઉપરાંત રાહત કાર્યહાથ ધરીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. આ પ્લેનમાં 9 વ્યક્તિઓ સવાર હોવાનું જાણવા મળે છે.
આ દૂર્ઘટનામાં પાયલોટ સહિત છ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયાનું જાણવા મળે છે. પ્લેનમાં શું ખામી સર્જાઈ જેના કારણે ક્રેશ થયું તે તપાસમાં જ સામે આવશે. પરંતુ પ્લેન ક્રેશ થવાની ઘટનાને પગલે ખળભળાટ મચી ગયો છે.

