Site icon Revoi.in

રાજકોટમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતો નકલી તબીબી પકડાયો

Social Share

રાજકોટ : કોરોનાના કપરા કાળમાં પણ લોકો પૈસા કમાવવાનું શોધી લેતા હોય છે.  નકલી તબીબોનો પ્રેક્ટિસ કરીને દર્દીઓના જીવ જોખમમાં મૂકતા હોય છે. ત્યારે રાજકોટમાં ફરીથી એકવાર નકલી તબીબ પકડાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, આ નકલી તબીબે રેસ્ટોરન્ટમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી, અને કોરોના દર્દીઓની સારવાર કરતો હતો. પિતા હેમંત રાજાણી અને પુત્ર શ્યામ રાજાણી સામે અગાઉ બોગસ તબીબ અને સિવિલ હોસ્પિટલમાંથી દવા ચોરી કરી હોવાનો ગુનો પણ નોંધાયો હતો.

રાજકોટમાં ફરી એકવાર નકલી ડોક્ટર ઝડપાયો છે. રેસ્ટોરન્ટમાં કોરોના દર્દીઓની સારવાર કરતા નકલી ડોક્ટર હેમંત રાજાણીની ધરપકડ કરવામાં આવી છે. આરોપી હેમંત રાજાણી અને તેનો પુત્ર શ્યામ રાજાણી રેસ્ટોરેન્ટમાં કોઈપણ જાતની મંજૂરી વગર કોરોના સંક્રમિત દર્દીઓને સારવાર આપી રહ્યા હતા. નકલી ડોક્ટર બની દર્દીઓ પાસેથી એક દિવસના 18 હજાર રૂપિયા ચાર્જ વસુલતા હતા. હાલ તો પિતા હેમંત રાજાણીની ધરપકડ કરવામાં આવી છે અને પુત્ર શ્યામ રાજાણીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે બોગસ તબીબ પિતાપુત્ર સામે ગુનો દાખલ કર્યો છે. હેમંતભાઇ રાજાણી કે તેના દિકરા શ્યામનું કોઇ માન્ય સંસ્થાનું તબીબી પ્રેક્ટીસ કરવા માટે કોઇ ડીગ્રી કે પ્રમાણપત્ર તેમની પાસે ન હતું. તેથી પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે, અગાઉ પણ શ્યામ રાજાણી અગાઉ પણ બોગસી તબીબી પ્રેક્ટિસ કરતા ઝડપાઈ ચૂક્યો છે. પિતાપુત્ર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પિતા હેમંતભાઈની ધરપકડ કરાઈ છે જ્યારે પુત્ર શ્યામને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.