Site icon Revoi.in

ભાભરમાં રાષ્ટ્રભક્તિના માહોલમાં વિશાળ તિરંગાયાત્રા યોજાઈઃ મોટી સંખ્યામાં લોકો જોડાયાં

Social Share

અમદાવાદઃ બનાસકાંઠા જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિવિધ વિસ્તારમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન ભાભરની શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ કોલેજ ભાભર દ્વારા તિરંગા યાત્રા યોજાઈ હતી. આ યાત્રાની શરૂઆત શ્રી ક્રિષ્ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ કોલેજના કેમ્પસથી કૉલેજ કેમ્પસ ડિરેક્ટર દામીનીબેન સોની અને કૉલેજનાં પ્રિન્સીપાલ ડો. જીબીન વર્ગીસ સર દ્વારા લીલી જંડી આપી કરાવી હતી.

ભાભરની નર્સિંગ કોલેજથી નીકળેલી યાત્રા શહેરના ગાય સર્કલથી વાવ સર્કલ, હેપી મોલ અને ત્યાંથી મુખ્ય બજાર થઇ પરત ગાય સર્કલ આવી રેલી પૂર્ણ થઈ હતી. આ તિરંગા યાત્રામાં કૉલેજનાં પ્રિન્સીપાલ, સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક આગેવાનો જોડાયાં હતા. ભારતની શાન એવા 100 ફૂટ લાંબા ત્રિરંગા સાથે લોકો જોડાયાં હતા. સાથે સાથે દેશ માટે પોતાના જીવની ચિંતા કર્યા વગર દેશ માટે પોતાની આહુતિ આપનારા વીર અને જાબાજ યોધ્ધાઓના બેનર, નારા અને વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ પિરામિડ કરી યોત્રા નીકાળવામાં આવી હતી. રેલીનો મુખ્ય ધ્યેય લોકો માં દેશ ભક્તિ  આવે, દેશ માટે જેમણે પોતાની આહુતિ આપી એવા જવાનો પ્રત્યે ગર્વ થાય અને દેશ માટે  જે પણ વ્યક્તિ સારું કરે છે એમને સાથ સહકાર મળી રહે અને ભારત દેશનું નામ પૂરા વિશ્વમાં ગાજતુ રહે તેવા શુભ આશયથી યાત્રા પૂર્ણ થઈ હતી. યાત્રા દરમિયાન જનતાએ આઝાદીની લડાઈમાં પોતાની આહુતી આપનારા શહીદો અને ભારતીય સીમાઓની રક્ષા કરતા-કરતા શહીદ થયેલા વીજ જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી.