Site icon Revoi.in

જર્મનીમાં બે લાખ નોકરીનો ખજાનો ખૂલ્યો, જાણો કોના માટે તક છે?

germany calling job opportunities
Social Share

બર્લિન – જર્મની, 17 નવેમ્બર, 2025: two lakh jobs has been opened in Germany ભારતમાં ઉત્તમ તકો હોવા છતાં રોજગારી માટે વિદેશ જવાની રાહ જોતા લોકો માટે જર્મનીએ દરવાજો ખોલ્યો છે. કુશળ પ્રોફેશનલ્સ માટે જર્મની હૉટસ્પોટ બનવા લાગ્યું છે અને વિદેશનો મોહ હોય તેવા ભારતીયો માટે તકો ખૂલી છે. અમેરિકા, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં ભારતીય પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓ માટે જવાનું ધીમે ધીમે મુશ્કેલી થઈ રહ્યું છે એવા સમયે જર્મનીએ દરવાજો ખોલ્યો છે જ્યાં વિવિધ ક્ષેત્રોમાં ઉચ્ચ કુશળતા ધરાવતા વ્યવસાયીઓની માંગ છે.

germany calling job opportunities

જર્મનીની કેન્દ્રીય વિદેશ કચેરીના સત્તાવાર વેબસાઈટ Deutschland.de અનુસાર જર્મનીને વિવિધ ક્ષેત્રમાં કુશળ પ્રોફેશનલ્સની આવશ્યકતા છે. એન્જિનિયરિંગથી ગ્રીન એનર્જી સહિતનાં ક્ષેત્રોમાં કુલ બે લાખ વ્યવસાયીઓની જરૂરિયાત હોવાનું તેમાં જણાવવામાં આવ્યું છે.

જે મુખ્ય ક્ષેત્રોમાં કુશળ લોકોની જરૂરિયાત છે તેમાં- એન્જિનિયરિંગ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, નર્સિંગ, કારીગરો, પરિવહન, ગ્રીન ટેકનોલોજીનો સમાવેશ થાય છે.

germany calling job opportunities IT jobs

જર્મન સરકારની વેબસાઈટ અનુસાર, માહિતી ટેકનોલોજી (ઈન્ફર્મેશન ટેકનોલોજી)માં જ સૌથી વધુ અર્થાત 1,49,000 આઈટી નિષ્ણાતોની જરૂર છે. આ માટે સાયબર સિક્યોરિટી, સોફ્ટવેર ડેવલપમેન્ટ તથા અન્ય વિશેષ કુશળતાઓ આવશ્યક છે.

એ જ રીતે નર્સિંગ ક્ષેત્રમાં જર્મનીને હાલ 35,000 લોકોની જરૂર હોવાનું જણાવવામાં આવ્યું છે. તે સિવાયના અન્ય ક્ષેત્રોમાં ઓછી-વધતી જગ્યાઓ ઉપર નિષ્ણાતોની માગ છે.

Exit mobile version