Site icon Revoi.in

AAP પાસે 62 ધારાસભ્યો, પણ વિશ્વાસમત વખતે શા માટે રહ્યા માત્ર 54 હાજર?

Social Share

નવી દિલ્હી : દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની આગેવાનીવાળી આમ આદમી પાર્ટીની સરકારે આજે ફરી એકવાર વિધાનસભામાં બહુમતી સાબિત કરી છે. કેજરીવાલે શુક્રવારે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. તેના પર આજે સ્પીકર દ્વારા ચર્ચા અને વોટિંગ કરાવવામાં આવ્યું, તેમા આમ આદમી પાર્ટીએ આસાનીથી બાજી મારી હતી. મહત્વપૂર્ણ છે કે 70 બેઠકોવાળી દિલ્હી વિધાનસભામાં આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યો અને વિપક્ષી દળ ભાજપના માત્ર 8 ધારાસભ્યો છે.

દિલ્હી વિધાનસભાએ વિશ્વાસ પ્રસ્તાવ ધ્વનિ મતથી પારીત કર્યો છે. ગૃહમાં વિશ્વાસ પ્રસ્તાવ પર થયેલા વોટિંગ દરમિયાન આમ આદમી પાર્ટીની સરકારના પક્ષમાં 54 વોટ પડયા અને વિપક્ષમાં માત્ર એક વોટ જ પડયો.

વિશ્વાસ મત પર વોટિંગ દરમિયાન ગૃહામં આજે બંને પક્ષો તરફથી 55 ધારાસભ્યો હાજર રહ્યા હતા. આમ આદમી પાર્ટીના 62 ધારાસભ્યોમાંથી 54 ધારાસભ્યો ગૃહમાં હાજર રહ્યા. જ્યારે ભાજપના 8માંથી 7 ધારાસભ્યો વિધાનસભાની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ થવાને કારણે ગૃહની બહાર રહ્યા અને માત્ર વિરોધ પક્ષના નેતા રામવીરસિંહ બિધૂડીએ જ વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા અને વોટિંગમાં ભાગ લીધો હતો.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ છે કે ગૃહમાં અમારી પાસે બહુમતી છે. પરંતુ આ વિશ્વાસ પ્રસ્તાવની જરૂરત હતી કારણ કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી રહ્યું હતું.

કેજરીવાલે કહ્યુ છે કે અમારો એકપણ ધારાસભ્ય તૂટયો નથી. તેમણે કહ્યુ કે આજે ગૃહમાં અમારા કુલ 62 ધારાસભ્યોમાંથી 54 ધારાસભ્યો હાજર છે. 2 બીમાર છે, 3 ધારાસભ્યો દિલ્હીની બહાર છે અને 2 ધારાસભ્યો મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન જેલમાં છે તથા અન્ય એક ધારાસભ્યના ઘરમાં લગ્ન છે.

મુખ્યમંત્રી કેજરીવાલે ગૃહમાં ચાલી રહેલી ચર્ચામાં જણાવ્યુ હતુ કે આમ આદમી પાર્ટી 2029ની ચૂંટણીમાં દેશને ભાજપતી મુક્તિ અપાવશે. ભલે તેઓ આ વર્ષે લોકસભાની ચૂંટણી જીતી જાય.

કેજરીવાલે કહ્યુ છે કે અમારા ધારાસભ્યો સાથે સંપર્ક કરવા પર અમને ખબર પડી કે તેમણે અમારા સાત ધારાસભ્યોને તોડવાની કોશિશ કરી હતી. આ ધારાસભ્યોએ આજે ગૃહમાં કહ્યુ કે તેમણે (ભાજપ દ્વારા) સંપર્ક કરવામાં આવ્યો હતો. જેવું કે રાજેશ ગુપ્તાએ કહ્યુ કે તે (ભાજપ) ચાહે છે કે અમે પુરાવા દેખાડીએ. અમે પુરાવા કેવી રીતે દેખાડી શકીએ? કોઈ વ્યક્તિ દરેક સમયે ટેપ રેકોર્ડર સાથે રાખતો નથી. તેમને લાગે છે કે અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી તૂટી જશે. તે કેજરીવાલને એરેસ્ટ કરી શકે છે. પરંતુ કેજરીવાલના વિચારોને કેવી રીતે પકડશે?

દિલ્હીના સીએમએ કહ્યુ છે કે જો ભાજપ પોતાના ભવિષ્યને લઈને ડરેલુંછે, તો માત્ર આમ આદમી પાર્ટીના કારણે. માટે તેઓ આમ આદમી પાર્ટીને તોડવા માંગે છે. જો ભાજપ 2024ની લોકસભાની ચૂંટણી નહીં હારે, તો આમ આદમી પાર્ટી દેશને 2029 સુધીમાં ભાજપથી આઝાદ જરૂર કરાવશે.

વિધાનસભામાં તેમણે કહ્યુ કે આમ આદમી પાર્ટીના ગઠનને બાર વર્ષ થયા. દેશમાં લગભગ 1350 પાર્ટીઓ છે. આમ આદમી પાર્ટીએ 26 નવેમ્બર, 2012ના રોજ રજિસ્ટ્રેશન માટે અરજી કરી હતી. હવે આ ભાજપ અને કોંગ્રેસ બાદ દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. કેજરીવાલે કહ્યુ છે કે ભાજપ રામભક્ત હોવાનો દાવો કરે છે. પરંતુ તેમણે અમારી હોસ્પિટલોમાં ગરીબોની દવાઓ બંધ કરાવી દીધી. સરકાર અમે ચલાવીએ છીએ, તેમ છતાં પણ તેઓ સેવા વિભાગ, નોકરશાહી પર નિયંત્રણના માધ્યમથી અમારા કામકાજને રોકી રહ્યા છે.

કેજરીવાલે કહ્યુ છે કે જે પ્રકારે ભાજપે આમ આદમી પાર્ટી પર હુમલો કર્યો અને અમારા મંત્રીઓની ધરપકડ કરી, તેનાથી દેશભરના લોકો સારી રીતે વાકેફ છે. તેમને લાગે છે કે લોકો મૂર્ખ છે, પરંતુ તેઓ મૂર્ખ નથી. હવે પાર્કોમાં ચર્ચાઓ થઈ રહી છે અને લોકો પુછી રહ્યા છે કે શું પીએમ મોદી કેજરીવાલને કચડવા માંગે છે? આ સવાલ તો બાળક પણ પુછી રહ્યો છે, કારણ કે તેમણે આપણાં ઘણાં મંત્રીઓની ધરપકડ કરી લીધી છે. આપણા નંબર-2, નંબર-3 અને નંબર-4 જેલમાં છે અને વાતચીત કરી રહ્યા છે કે જલ્દીથી નંબર-1 પણ એરેસ્ટ થઈ જશે. આવું એટલા માટે થઈ રહ્યું છે, કારણ કે આમ આદમી પાર્ટી આખા દેશમાં ભાજપ માટે સૌથી મોટો પડકાર છે.