Site icon Revoi.in

નાણા વર્ષ-26ના 9 માસમાં અદાણી ગ્રીન એનર્જીએ ઊર્જા વેચાણમાં વાર્ષિક ધોરણે 37% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી

Social Share

અમદાવાદ, ૨૩ જાન્યુઆરી ૨૦૨૬: ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી નવીનીકરણીય ઊર્જા કંપની અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) એ ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ પૂરા થયેલા સમયગાળાના મજબૂત વૃદ્ધિ અને કાર્યકારી શ્રેષ્ઠતા દર્શાવતા નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તાજેતરના એનર્જી ઇન્ટેલિજન્સ દ્વારા થયેલા વાર્ષિક રેન્કિંગમાં વિશ્વની પ્રથમ ક્રમાંકની હરિત ઉપયોગીતા કંપની તરીકે ઉભરી આવેલી અદાણી ગ્રીન એનર્જી લિ.ની વાર્ષિક ધોરણે ઓપરેશનલ ક્ષમતા ૪૮% વધીને ૧૭.૨ ગીગાવોટ થતાં ઊર્જા સંક્રમણમાં તેન નેતૃત્વને મજબૂતી બક્ષી છે. કેલેન્ડર વર્ષ જાન્યુઆરી થી ડિસેમ્બર-૨૫માં ૫.૬ ગીગાવોટનો ગ્રીનફિલ્ડ ઉમેરો સમગ્ર દેશના સૌર અને પવન ઉર્જાના ઉમેરાના લગભગ ૧૪% થાય છે. વધુમાં એનએસઇ ટકાઉપણાના રેટિંગમાં સતત બીજા વર્ષે વીજ ઉત્પાદન ક્ષેત્રમાં ભારતમાં મખરાનું ટકાઉપણાનું પ્રદર્શન પ્રસ્તુત કરનાર કંપની બની છે.

અહેવાલના સમય ગાળા દરમિયાન વાર્ષિક ધોરણે ઊર્જાનું વેચાણ ૩૭% વધીને ૨૭,૬૩૬ મિલિયન યુનિટ થયું છે અને આવક ૨૫% વધીને રૂ. ૮,૫૦૮ કરોડ થઇ છે. એબિડટા વાર્ષિક ધોરણે ૨૪% વધીને રૂ. ૭,૯૨૧ કરોડ થયો છે. ઉદ્યોગ-અગ્રણી EBITDA માર્જિન ૯૧.૫% પ્રાપ્ત કર્યો છે. નાણા વર્ષ-૨૫ અને નાણા વર્ષ-૨૬ના ત્રીજા ત્રિમાસિક અને નવ માસિક નાણાકીય પ્રદર્શનની તુલનાત્મક વિગત અનુસાર વીજ પુરવઠામાંથી નાણા વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં રુ.૧૯૯૩ કરોડની આવકમાં ચાલુ ૨૬ના સરખા ગાળામાં ૨૧%ના તફાવત સાથે રુ.૨૪૨૦ કરોડ થઇ હતી. જ્યારે નાણા વર્ષ-૨૫ના નવ માસ દરમિયાન રુ.૬૩૬૬ કરોડની આવકની સરખામણીમાં ૨૪%ના વધારા સાથે ચાલુ નાણા વર્ષના નવ માસમાં આવક રુ.૭૯૨૧ કરોડ થઇ છે. વીજ પુરવઠામાંથી નાણા વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં રુ.૧૮૪૮ કરોડના એબિડટા સામે વર્ષ-૨૬ના સરખા ગાળામાં ૨૩%ના તફાવત સાથે એબિડટા રુ.૨૨૬૯ કરોડ રહ્યો છે. નાણા વર્ષ-૨૫ના નવ માસમાં રુ.૬૩૬૬ કરોડના એબિડટા સામે વર્ષ-૨૬ના સમાન સમયમાં ૨૪%ના તફાવત સાથે રુ.૭૯૨૧ કરોડ રહ્યો છે. રોકડ નફો નાણા વર્ષ-૨૫ના ત્રીજા ત્રિમાસિકમાં રુ.૯૯૬ કરોડની તુલનાએ ચાલુ નાણા વર્ષના સરખા સમયમાં ૧૮%ના તફાવત સાથે રુ.૮૧૨ કરોડ થયો છે. જ્યારે નાણા વર્ષ-૨૫ના નવ માસના રુ.૩૬૩૯ કરોડની તુલનાએ ચાલુ વર્ષના સમાન સમયમાં ૭%ના તફાવત સાથે રુ.૩૯૦૬ કરોડ થયો છે.

અદાણી ગ્રીન એનર્જીના સી.ઈ.ઓ. શ્રી આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે કેલેન્ડર વર્ષ ૨૦૨૬માં અદાણી ગ્રીન એનર્જીએ ૫.૬ ગીગાવોટ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાનો ઉમેરો કરી અસાધારણ વૃદ્ધિનો માર્ગ ઉપર આગળ વધી રહી છે. જે દેશભરમાં સ્થાપિત તમામ નવી સૌર અને પવન ક્ષમતાના લગભગ ૧૪% છે. આ સાથે કંપનીની કાર્યકારી ક્ષમતા ૧૭.૨ ગીગાવોટે પહોંચી છે પરિણામે દેશના અગ્રણી ગ્રીન એનર્જી પ્રદાતા તરીકે કંપનીની સ્થિતિ વધુ મજબૂત બની છે. ખન્નાએ કહ્યું હતું કે અમારો વિશ્વનો સૌથી મોટો સીમાચિહ્નરૂપ નવીનીકરણીય ઉર્જા ખાવડા પ્રકલ્પ ઝડપથી આગળ વધી રહ્યો છે તે સાથે  આગામી મહિનાઓમાં વિશ્વના સૌથી મોટા સિંગલ-લોકેશન બેટરી ઉર્જા સંગ્રહ પ્રકલ્પ એકના નિર્માણના માર્ગ પર છીએ. ઉપરાંત આંધ્રપ્રદેશમાં ચિત્રાવતી નદી પરનો અમારો હાઇડ્રો પમ્પ્ડ સ્ટોરેજ પ્રકલ્પનું કામ સુનિયોજીત માર્ગે છે.

શ્રી ખન્નાએ વધુમાં ઉમેર્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ નવ માસમાં અમે ૨૭ અબજ યુનિટથી વધુ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી છે, જે અઝરબૈજાન જેવા રાષ્ટ્રને આખા વર્ષ માટે વીજળી આપવા પૂરતી છે. એનર્જી ઇન્ટેલિજન્સ દ્વારા નવીનતમ વાર્ષિક રેન્કિંગમાં વિશ્વની પ્રથમ નંબરની  હરિત ઉપયોગીતા કંપની તરીકે ઓળખ હાંસલ કરવી એ ટકાઉ ભવિષ્યને આકાર આપવાની સાથે બધા હિસ્સેદારો માટે સતત મૂલ્યનું સર્જન કરવું એ અમારી પ્રતિબદ્ધતાનો પુરાવો છે.

નાણાકીય વર્ષ 26:ના નવ માસ દરમિયાન અદાણી ગ્રીન એનર્જી લિ. એ અદ્યતન સંસાધન આયોજન, ઇજનેરી અને પુરવઠાની કડીના વ્યવસ્થાપનના મજબૂત ટેકાથી તેની ગ્રીનફિલ્ડ ક્ષમતાઓ સતત વિસ્તારી છે, જે માટે પ્રકલ્પ વ્યવસ્થાપન, અમલીકરણ અને કંપનીના ભાગીદાર અદાણી ઇન્ફ્રા ઇન્ડિયા લિ. (AIIL) તરફથી ખાતરી આપવામાં આવી છે. વાર્ષિક ધોરણે ૪૮%ના વધારા સાથે ૧૭.૨ ગીગાવોટની ક્ષમતા વૃધ્ધિએ કંપનીને ૫૦ ગીગાવોટનું લક્ષ્ય હાંસલ કરવાના માર્ગ પર મૂકી છે.

અદાણી ગ્રીન એનર્જીએ નાણા વર્ષ-૨૬ ના ૯ માસમાં ૨,૯૯૫ મેગાવોટની ગ્રીનફિલ્ડ ક્ષમતા ઉમેરી છે., જે સમગ્ર નાણાકીય વર્ષ-૨૫માં થયેલા ક્ષમતા વધારાથી ૯૦% વધુ છે. છેલ્લા એક વર્ષમાં ગ્રીનફિલ્ડ ઉમેરો ૫,૬૩૦ મેગાવોટ હતો જેમાં ૪,૧૮૭ મેગાવોટ સૌર ક્ષમતા જેમાં ગુજરાતના ખાવડામાં ૩,૧૩૭, રાજસ્થાનમાં ૮૦૦ અને આંધ્રપ્રદેશમાં ૨૫૦ મેગાવોટ જ્યારે ખાવડામાં ૪૬૨ મેગાવોટ પવન ક્ષમતા તેમજ ખાવડામાં ૯૮૧ મેગાવોટ સૌર-પવન હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે.

ક્ષમતામાં સંગીન વધારો અને મજબૂત કાર્યકારી કામગીરીને કારણે વાર્ષિક ધોરણે ઉર્જાના વેચાણમાં ૩૭% નો વધારો થયો છે. કંપનીએ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ કુલ વાર્ષિક પ્રતિબદ્ધતા કરતાં સતત વધુ વીજળી ઉત્પન્ન કરી રહી હોવાના કારણે ચાલુ નાણા વર્ષના નવ માસમાં એગ્રીમેન્ટ આધારિત વીજળી ઉત્પાદન વાર્ષિક પ્રતિબદ્ધતાના ૭૯% રહ્યું હતું.

સૌથી અદ્યતન નવીનીકરણીય ટેકનોલોજીનો ઉપયોગ કરવાના કંપનીના અભિગમ અનુસાર મહત્તમ વીજળી ઉત્પાદન માટે સૌથી અદ્યતન બાયફેશિયલ સોલાર મોડ્યુલ્સ અને ભારતનું સૌથી મોટું ૫.૨ મેગાવોટ વિન્ડ ટર્બાઇનનો ઉપયોગ કરે છે, જે વૈશ્વિક સ્તરે સૌથી શક્તિશાળી ઓનશોર વિન્ડ ટર્બાઇનમાંનું એક છે. સમગ્ર પ્લાન્ટમાં પાણી રહીત રોબોટિક સફાઈનો ઉપયોગ માત્ર મોડ્યુલ સફાઈ માટે થાય છે જે ફક્ત પાણીનો લગભગ શૂન્ય વપરાશ જ નહીં પરંતુ વીજળી ઉત્પાદનમાં પણ વધારો કરે છે.

Exit mobile version