Site icon Revoi.in

ગુજરાતમાં RTE હેઠળ 10મી એપ્રિલથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે, 22મી સુધી ફોર્મ ભરી શકાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચીલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કંપલ્સરી એજ્યુકેશન એકટ -2009ની કલમ 12 (1) ક હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % મુજબ વિનામૂલ્ય ધોરણ -1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજનો અમલ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આગામી 10મી એપ્રિલથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે.

ગુજરાતમાં RTE પ્રવેશ માટેની તારીખો જાહેર થઇ છે. RTE માટે 10 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે. 10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે. જો કે આ માટે 1 જૂન 2023 સુધીમા 6 વર્ષ બાળકે પૂર્ણ કરેલા હોવા જોઈએ. RTEના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે.

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે, પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે સારી શાળામાં પ્રવેશ ન મળતા તે મુંઝવણ અનુભવતા હોય છે. જો કે માતા પિતાની મુંઝવણ સરકારની RTE યોજનાને કારણે હળવી થઇ શકે છે. ત્યારે નવા વર્ષ માટે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ મળે તે માટે RTE પ્રવેશની તારીખ જાહેર કરાઇ છે. ગુજરાતમાં  RTE માટે 10 એપ્રિલથી ફોર્મ ભરાવવાનું શરૂ થશે. 10 થી 22 એપ્રિલ સુધીમાં વાલીઓ પોતાના બાળક માટે ફોર્મ ભરી શકશે.

જો કે સંયુક્ત શિક્ષણ નિયામકના પરિપત્ર મુજબ બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1માં પ્રવેશની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24માં પહેલી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થવી જરૂરી રહેશે. બાળકની ઉંમર 1 જૂનના રોજ 6 વર્ષ કરતા ઓછી હશે, તો પ્રવેશ આપી શકાશે નહિ. ખાનગી શાળાઓમાં એડમિશન પ્રોસેસ શરૂ થઈ ગઈ છે.