Site icon Revoi.in

શ્રીલંકા ઉપર આતંકી હુમલા બાદ પાકિસ્તાનના સ્ટેડિયમ મેરેજ હોલમાં ફેરવાયાનો અફ્રીદીનો ખુલાસો

Social Share

નવી દિલ્હીઃ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપતું હોવાનું સમગ્ર દુનિયા જાણે છે. દરમિયાન વર્ષ 2009માં પાકિસ્તાના પ્રવાસે ગયેલી શ્રીલંકાની ક્રકેટ ટીમ ઉપર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં કોઈ ખેલાડીએ જીવન ગુમાવ્યું ન હતું, પરંતુ હુમલા બાદ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા માટે કોઈ દેશ તૈયાર ન હતો. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શહીદ આફ્રીદીએ જણાવ્યું હતું, શ્રીલંકા ઉપર થયેલા હુમલા બાદ કોઈ ટીમ પાકિસ્તાન રમવા આવતી ન હતી આ સમયે પાકિસ્તાના ક્રિકેટ સ્ટેડિયમ મેરેજ હોલમાં ફેરવાઈ ગયા હતા.

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર શાનદાર પ્રદર્શન કરી રહી છે. ટીમ પાસે ફરી એક વખત સંતુલિત ટીમ છે, જે મોટી ટુર્નામેન્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે. એશિયા કપ બાદ ટીમે ઓસ્ટ્રેલિયામાં T20 વર્લ્ડ કપ 2022માં પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તે જ સમયે, છેલ્લા કેટલાક વર્ષોમાં, પાકિસ્તાનમાં ક્રિકેટને લગતી પ્રવૃત્તિઓ પણ વધી છે.

ભૂતકાળમાં ઘણી મોટી ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો છે, પરંતુ 2009માં શ્રીલંકાની ટીમ પર થયેલા આતંકવાદી હુમલા પછી, પાકિસ્તાન ક્રિકેટ ટીમના ચાહકો તેમની ટીમને ઘરની ધરતી પર રમતા જોવા માટે ઉત્સુક હતા. દરમિયાન શાહિદ આફ્રિદીએ એક મોટો ખુલાસો કર્યો છે કે, જ્યારે પાકિસ્તાનમાં ક્રિકેટ રમવાનું બંધુ ત્યારે અહીંના ક્રિકેટ સ્ટેડિયમ લગ્ન હોલમાં ફેરવાઈ ગયા હતા.

2009માં લાહોરમાં શ્રીલંકન ટીમની બસ પર થયેલા આતંકવાદી હુમલા બાદથી પાકિસ્તાન ક્રિકેટ ઘણા ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ રહ્યું છે. આ ઘટનાએ પાકિસ્તાન ક્રિકેટને સંપૂર્ણપણે હચમચાવી દીધું હતું, કારણ કે પાકિસ્તાન જવા માટે કોઈ તૈયાર થઈ રહ્યું ન હતું. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી એ દિવસોને યાદ કરીને ભાવુક થઈ ગયો હતો. તેમણે કહ્યું કે આ ઘટનાને કારણે દેશમાં સ્થિતિ કેટલી મુશ્કેલ હતી. તેના આઇકોનિક ગ્રાઉન્ડને વેડિંગ હોલમાં બદલી દેવામાં આવ્યા હતા.

શાહિદ આફ્રિદીએ કહ્યું હતું કે, “અમારા મેદાનો મેરેજ હોલમાં ફેરવાઈ ગયા હતા. પરંતુ અમે અમારા મેદાન પર રમવા માંગતા હતા. પાકિસ્તાન ક્રિકેટ માટે તે મુશ્કેલ સમય હતો, અમે અમારા ચાહકોને મિસ કરી રહ્યા હતા.

(PHOTO-FILE)