Site icon Revoi.in

આસામના એરબેઝ પર લેન્ડિંગ વખતે વાયુસેનાનું AN-32 પ્લેન ક્રેશ

Social Share

નવી દિલ્હી, 13 જૂન 2026: આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પર શનિવારે સવારે એક મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ છે. ભારતીય વાયુસેના (IAF) નું મજબૂત ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ AN-32 લેન્ડિંગ કરતી વખતે અચાનક ક્રેશ થયું હતું અને રનવેની નજીક જ તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાને પગલે એરફોર્સ સ્ટેશનની અંદર ભારે દોડધામ મચી ગઈ હતી.

એરબેઝ પરિસરમાં જ તૂટી પડ્યું વિમાન

પ્રાથમિક અહેવાલો અનુસાર, આ રશિયન બનાવટનું ગુડ્સ ટ્રાન્સપોર્ટ વિમાન જ્યારે જોરહાટ એરફોર્સ સ્ટેશનના પરિસરમાં લેન્ડ થઈ રહ્યું હતું, ત્યારે કોઈ અગમ્ય ટેકનિકલ ખામીના કારણે તે તૂટી પડ્યું હતું. વિમાન જમીન પર પછાડાતાની સાથે જ તેમાં બ્લાસ્ટ થયો હતો અને આગની જ્વાળાઓ જોવા મળી હતી.

ભારતીય વાયુસેનાનું ‘વર્કહોર્સ’ છે AN-32

એન્ટોનોવ AN-32 એ ટ્વિન-એન્જિન ધરાવતું ટર્બોપ્રોપ મિલિટરી ટ્રાન્સપોર્ટ વિમાન છે, જેને ભારતીય વાયુસેનાનું ‘વર્કહોર્સ’ (મુખ્ય માલવાહક વિમાન) ગણવામાં આવે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં ભારતીય વાયુસેનાનું સુખોઈ (Sukhoi Su-30MKI) ફાઇટર જેટ ક્રેશ થયું હતું, જેમાં 2 પાયલોટે પોતાના જીવ ગુમાવ્યા હતા. તે ફાઇટર જેટે પણ જોરહાટ એરફોર્સ સ્ટેશન પરથી જ નિયમિત ઉડાન ભરી હતી અને સાંજે 7:42 વાગ્યે ગ્રાઉન્ડ કંટ્રોલ સાથેનો સંપર્ક ગુમાવ્યા બાદ જોરહાટથી 60 કિમી દૂર પહાડી વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ ઘટનાના ગણતરીના મહિનાઓમાં જ વધુ એક વિમાન ક્રેશ થતાં વાયુસેનાએ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.

Exit mobile version