Site icon Revoi.in

ગુજરાતમાં તમામ પતંગ મહોત્સવ રદ, સરકારનો નિર્ણય

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. જો કે, કોરોના મહામારીને પગલે જાન્યુઆરી મહિનામાં યોજાતા પતંગ મહોત્સવ કર કરવાનો સરકારે નિર્ણય લીધો છે. ગાંધીનગરમાં સીએમ રૂપાણી સરકારની મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે અમદાવાદમાં યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવાની જાહેરાત કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ સહિત રાજ્યભરમાં પતંગ મહોત્સવની દર વર્ષે ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. જેમાં દેશ-વિદેશના પતંગ પ્રેમીઓ ભાગ લે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ રાજ્ય સરકારે અમદાવાદમાં આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નહીં યોજવાનો નિર્ણય કર્યો હતો. દરમિયાન આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી હતી. જેમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં પતંગ મહોત્સવ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ વર્ષે પતંગોત્સવની ઉજવણીમાં પોલીસની નજર રહેશે અને નિયમ વિરુદ્ધ લોકો એકઠાં થશે તો પોલીસ કાર્યવાહી કરી શકે છે.