Site icon Revoi.in

Ambassador બની શાહરૂખની લાડલી સુહાના, ઓફ શોલ્ડર ડ્રેસમાં પાથર્યો જાદૂ

Social Share

હોલીવુડથી લઇને બોલીવુડ સ્ટારે લક્સ સાબુનો ખૂબ ઉપયોગ કર્યો. કોઇએ ટબમાં બેસીને શરીર પર લક્સ સોપને લગાવ્યો તો કોઇએ પોતાની સ્કીન પર આ સાબુને એવી રીતે મસળ્યો કે આ સોપ લોકોનો ફેવરિટ બની ગયો. આ લક્સ બ્રાંડ (Lux) ને 100 વર્ષ પુરા થઇ ગયા છે. આ ખાસ અવસર પર લક્સને પોતાના વર્ષો જૂના સાબુને ફરી એકવાર ફ્રેશ ફેસ આપ્યો છે. આ ફેસ બીજું કોઇ નહી શાહરૂખ ખાનની લાડલી પુત્રી સુહાના (Suhana Khan) છે. જી હાં. તમે બરોબર વાંચ્યું. કિંગ ખાનની પુત્રી આ લક્સ સાબુની નવી બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) બની ગઇ છે. ફોટામાં જુઓ સુહાના ખાને આ ઇવેન્ટમાં પર્પલ ડ્રેસમાં શું કહેર વર્તાવ્યો.

લક્સની નવી બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) બનતાં જ સુહાના ખાન લક્સની ઇવેંટમાં પહોંચી. આ ઇવેન્ટમાં એક્ટ્રેસે ડાર્ક પર્પલ કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો, જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસ જેવી જ આ ઇવેન્ટમાં આવી તો તેમનો લુક મિનિટોમાં છવાઇ ગયો.

સુહાના ખાનનો આ ઓફ શોલ્ડર વનપીસ ડ્રેસ ખૂબ સુંદર લાગી રહ્યો છે. ઓપર હેર, સ્ટલ મેકઅપ, ચહેરા પર સ્માઇલ અને પગમાં હાઇ હીલ્સના સેન્ડલ પહેરી પોતાના આ લુકને પુરો કર્યો.

સુહાના ખાન માટે લક્સ સાબુની બ્રાન્ડ એમ્બેસેડર (Brand Ambassador) બનવું એટલા માટે વધુ ખાસ છે કારણ કે ઘણા વર્ષો સુધી શાહરૂખ ખાન પણ આ બ્રાંડના એમ્બેસેડર રહી ચૂક્યા છે. એવામાં પિતા બાદ પુત્રી આ બ્રાંડ સાથે જોડાવવું પોતાનામાં ખૂબ મોટી વાત છે.