Site icon Revoi.in

AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન

AMC organizes client management and safety awareness training for coaches

AMC organizes client management and safety awareness training for coaches

Social Share

અમદાવાદ, 23 એપ્રિલ 2026 AMC દ્વારા કોચ માટે ક્લાઈન્ટ મેનેજમેન્ટ અને સેફટી અવેરનેસ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમિંગ પુલ, જિમ્નેશિયમ, સ્કેટિંગ રિક તથા સ્પોર્ટ્સ સંકુલમાં ફરજ બજાવતા કોચને વિશેષ તાલીમ આપવામાં આવી.

આ તમામ માટે “ક્લાઈન્ટ મેનેજમેન્ટ, બિહેવિયરલ એન્ડ સેફટી અવેરનેસ” ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મેમ્કો ખાતે 23 એપ્રિલ 2026ના રોજ કરવામાં આવ્યું હતું.

કયા કયા વિભાગના કોચ તાલીમમાં સામેલ થયા?

આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્વીમિંગ પુલ અને જિમ્નેશિયમમાં ક્લાઈન્ટ અને વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપતા લગભગ 164 કોચે ટ્રેનિંગ લીધી હતી. જે અંતર્ગત સ્વીમિંગ ફોઉન્ડેશન, કોચના નિયમિત કામગીરીમાં આવતા પડકારો, સ્વીમિંગ લોજિસ્ટિક્સ, ટ્રેનિંગ સ્ટ્રેટેજીસ, બેહાવિયરલ મેનેજમેન્ટ સ્ટ્રેટેજીસ, કોમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ વગેરે જેવા મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

AMC organizes client management and safety awareness training for coaches

તાલીમ શિબિર અંગે માહિતી આપતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યાયામશાળાના પ્રિન્સિપાલ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બિહેવિયર સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશન વિષય અંતર્ગત ટ્રેનિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોચ દ્વારા પબ્લિક સાથે કઈ રીતે વર્તન કરવું તે માટેનો વર્કશોપ યોજ્યો હતો.

એએમસીના હાલમાં 38 જેટલા જિમ અને 15 સ્વીમિંગપુલ કાર્યરત છે. આ ઉપરાંત 5 સ્વીમિંગપુલ અને 10 જિમ્નેશિયમ પીપીપીથી ચાલે છે. આ તમામનું સુયોગ્ય અને સરળ સંચાલન થઇ શકે અને ઓછામાં ઓછી ફરિયાદો નોંધાય તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સ્વર્ણિમ સ્પોર્ટ્સ ગુજરાત યુનિવર્સિટીના સહયોગથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે કુલ 164થી વધુ જેટલા કોચીસે આ ટ્રેનિંગ પ્રોગ્રામનો લાભ લીધો છે. જેમાં તેઓ સ્વીમિંગ દરમિયાન માનવ સેફ્ટીનો મુદ્દો મેજર મુદ્દો રહ્યો હતો.

આ ટ્રેનિંગ વિશે વાત કરતા જિમ્નેશિયમ અને સ્વિમિંગ પુલ ડિપાર્ટમેન્ટના મેનેજર રીક્રિએશન બિંદિયા આર ગોયલએ જણાવ્યું કે એએમસી સંચાલિત 38 જિમ્નેશિયમ અને 15 સ્વિમિંગ પૂલ શહેરમાં છે.

એએમસી દ્વારા આયોજિત આ ટ્રેનિંગ કાર્યક્રમમાં સ્વીમીંગના 97 અને જીમ્નેશિયમના 67 જેટલા કોચએ ટ્રેનિંગ લીધી છે. જે અંતર્ગત તેઓ તેમના રોજ-બરોજની કામગીરીમાં કઈ રીતે સુધારો લાવી કામગીરીને વધુ સુવ્યવસ્થિત રીતે કરી શકે તે માટેનો આ પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોચીસને રોજ પબ્લિક સર્વિસમાં ઇન્વોલ્વ થવું પડતું હોય છે. ત્યારે નાગરિકોને મેમ્બરશિપ આપવાથી માંડીને જેમની વાર્ષિક મેમ્બરશિપ છે તેમની સાથે કઈ રીતે વર્તન કરવું તે માટેની તેમને પ્રોફેશનલ ટ્રેનિંગ આપવામાં આવી છે. અહીં યોજાયેલી ટ્રેનિંગનો રિસ્પોન્સ અદભુત રહ્યો છે, જેને સ્વર્ણિમ ગુજરાત સોર્સ યુનિવર્સિટીના ફેકલ્ટીઓ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ બંધારણમાં સંસ્થાનવાદી અવશેષો, બ્રિટિશ તાજે નકારી દીધું હતું તે પ્રજાસત્તાકે અપનાવ્યું

વધુમાં આ ટ્રેનિંગ વિશે વાત કરતા સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર અને સ્વીમિંગ ઇન્ચાર્જ ડૉ.અંકુર સિંહ સૈનીએ જણાવ્યું હતું કે, એએમસી દ્વારા આયોજિત આ ટ્રેનિંગ પ્રોગ્રામને અમે ખાસ કરીને બિહેવિઅર મેનેજમેન્ટ પર કેન્દ્રિત કરીને યોજ્યો હતો. જે અંતર્ગત અમે એએમસીના કોચીસના રોજના ક્લાઈન્ટ સાથેના પડકારોને સકારાત્મકતાથી સોલ્વ કરવા માટેની પ્રોફેશનલ ચર્ચા કરવામાં આવી હતી.

એએમસીની સર્વિસીસને વધુ સુદ્રઢ બનાવી શકે તે માટેની તેમને ટ્રેનિંગ આપવામાં આવી છે. જેમાં પડકારજનક પરિસ્થિતિમાં પોતાનું વર્તન શાંત રાખી પ્રોફેશનલી વર્તણુક કઈ રીતે કરવી તે અમે શીખવ્યું હતું.

સ્ટેપ-બાય-સ્ટેપ ટ્રેનિંગથી વ્યવસાયિક ગ્રોથ થશે

હું રાણીપ જીમ્નેશિયમમાં કોચનું કામ કરું છું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવેલી આજની કોચ માટેની ટ્રેનિંગમાં અમે ક્લાઈન્ટ સાથેના વાણી વર્તણુકના ઘણા સકારાત્મક પાસાંઓ શીખ્યા છીએ. આ માટે અમને સ્ટેપ-બાય-સ્ટેપ ટ્રેનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત અમારા વ્યક્તિગત વ્યવસાયિક ગ્રોથ માટે પણ અમારે વધુ કયા કયા કોર્સીસ કરવા તે માટેનું પણ અમને માર્ગદર્શન આ ટ્રેનિંગમાં આપવામાં આવ્યું છે. જેનાથી અમારું કોચ તરીકેનું અપગ્રેડ થશે. — કુશાંગી પટેલ, કોચ, રાણીપ જિમ્નેશિયમ

ટ્રેનિંગમાં મળેલી માહિતીને વ્યવસાયિક ધોરણે ઉપયોગમાં લઈશું

એએમસી દ્વારા અપાયેલી આ પ્રોફેશનલ ટ્રેનિંગમાં મને સ્વીમીંગને લગતી ટેકનિકલ જાણકારીઓ વધુ વિગતવાર મળી છે. જેથી આવનારા ભવિષ્યમાં જે બાળકો મારી પાસેથી સ્વીમીંગની ટ્રેનિંગ લેશે તેમને હું ખૂબ સારી રીતે ગાઈડ કરી શકીશ. આ ઉપરાંત અનેક વખત બાળકોના પેરેન્ટ્સ કે જેમને અવાર-નવાર લાગતું હોય છે કે તેમનું બાળક સ્વીમીંગ શીખવામાં કેમ વાર લગાડે છે, ત્યારે તેમને પણ કઈ રીતે માર્ગદર્શન આપવું તે અંગે પણ આ વર્કશોપમાં મને જાણકારી મળી છે. આ ટ્રેનિંગ માં મળેલી માહિતીને અમે પ્રેક્ટિકલ ઉપયોગ વ્યવસાયિક ધોરણે કરી શકીશું. — કરદમ જાની, સ્વીમિંગ કોચ

Exit mobile version