Site icon Revoi.in

અમિત શાહ 11મી સપ્ટેમ્બરે સોમનાથના પ્રવાસે, વિધાનસભા ચૂંટણીના પ્રચારના શ્રી ગણેશ કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની શકયતા છે. આ ચૂંટણીમાં ભાજપાએ 150થી વધારે બેઠક ઉપર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. ભાજપના ભવ્ય વિજય મેળવવા માટે હવે અમિત શાહે ચૂંટણી પ્રચારની કમાન સંભાળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આગામી તા. 11મી સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવનારા અમિત શાહ સુપ્રસિદ્ધ સોમનાથ મંદિરમાં દાદાના દર્શન કરીને ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકશે.

સુત્રોના જણાવ્યા અનુસાર આગામી તા. 11મી સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ ગીરસોમનાથ અને અમરેલીના પ્રવાસે જશે. જો કે, પ્રવાસના પહેલા તેઓ સોમનાથ મંદિરમાં દાદાના ચરણોમાં શિશ ઝુકાવશે. અમિત શાહ અમરેલી જિલ્લામાં સાત સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપશે. આ ઉપરાંત સહકારની સમૃદ્ધ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની સહકારી સંસ્થાઓના સભ્યો સાથે ચર્ચા કરશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરો સાથે બેઠક કરશે. તેમજ ચૂંટણીને લઈને આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે.

(Photo-File)