Site icon Revoi.in

વિધાનસભા ચૂંટણીઃ 2020 અને 2025, બિહારમાં પાંચ વર્ષમાં શું બદલાયું?

Bihar 2020 and 2025
Social Share

પટણા, 14 નવેમ્બર, 2025ઃ what has changed in Bihar in five years? બિહાર વિધાનસભા ચૂંટણીનાં પરિણામ જાહેર થઈ રહ્યા છે અને તેમાં મોટી ઊથલપાથલ જોવા મળી રહી છે. ત્યારે મોટાભાગના લોકો એ જાણવા ઉત્સુક હશે કે 2020માં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ પક્ષવાર સ્થિતિ શું હતી? 2020માં કયા પક્ષને કેટલી બેઠક મળી હતી અને 2025 માટે આજે જે પરિણામ જાહેર થઈ રહ્યાં છે તેમાં એ પક્ષોની સ્થિતિ શું છે?

બિહાર વિધાનસભા ચૂંટણીનું આ વખતનું પરિણામ અભૂતપૂર્વ રહેશે એવું સ્પષ્ટ થઈ રહ્યું છે. 2020માં નીતિશ કુમારનો જેડી-યુ પક્ષ 43 બેઠકો ઉપર વિજેતા થયો હતો અને ભાજપને 74 બેઠક મળી હતી. તેથી વિરુદ્ધ આ વખતની ચૂંટણીના પરિણામમાં અત્યાર સુધી જે ટ્રેન્ડ છે તે અનુસાર જેડી-યુ 84 બેઠક ઉપર આગળ છે અને ભાજપ 95 બેઠક સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી રહ્યો છે. પાંચ વર્ષ પહેલાં ચિરાગ પાસવાનનો પક્ષ માત્ર એક બેઠક જીતી શક્યો હતો જેની સામે આ વખતે અત્યાર સુધી તે 20 બેઠકો ઉપર આગળ છે. એ જ રીતે 2020માં જતીનરામ માંઝીના પક્ષની ચાર બેઠક હતી તેની સામે આ વખતે માંઝીનો પક્ષ પાંચ બેઠક ઉપર લીડ કરી રહ્યો છે. એનડીએના અન્ય એક સાથી પક્ષ આરએલએમ-ની સ્થાપના 2023માં ઉપેન્દ્ર કુશવાહે કરી હતી તેથી 2020માં તેની કોઈ બેઠક નહોતી, પરંતુ આ વખતે તેમનો પક્ષ પણ ચાર બેઠક ઉપર લીડ કરી રહ્યો છે. આમ આ તમામ એનડીએ જોડાણના પક્ષો હાલ કુલ 243માંથી 208 બેઠકો ઉપર આગળ છે.

તેની સામે આરજેડી-કોંગ્રેસના નેતૃત્વ હેઠળના મહાગઠબંધનની સ્થિતિ આ વખતે અતિશય નાજૂક થઈ ગઈ છે. 2020ની ચૂંટણીમાં લાલુ યાદવ-તેજસ્વી યાદવના પક્ષને 75 બેઠક મળી હતી પરંતુ આ વખતે અત્યારની (બપોરે 3.30 વાગ્યે) સ્થિતિ મુજબ માત્ર 24 બેઠક ઉપર જ આરજેડીના ઉમેદવાર આગળ છે. રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળના કોંગ્રેસ પક્ષનો બિહારમાં લગભગ સફાયો થઈ જવા જેવી સ્થિતિ છે. 2020માં 19 બેઠકો જીતનાર કોંગ્રેસ આ વખતે અત્યાર સુધીમાં માંત્ર બે બેઠક ઉપર આગળ છે. (જોકે છેલ્લા અહેવાલ મુજબ કોંગ્રેસ હવે માત્ર એક જ બેઠક ઉપર લીડ કરે છે).

ઓવેસીના પક્ષને ગત ચૂંટણીમાં પાંચ બેઠક મળી હતી તેની સામે આ વખતે તે પણ છ બેઠક ઉપર આગળ છે. એ જ રીતે માયાવતીના બસપાની 2020માં એક બેઠક હતી અને આ વખતે પણ તે અત્યાર સુધી એક બેઠક ઉપર લીડ મેળવીને આગળ જણાય છે.

2020ની બિહાર વિધાનસભામાં પક્ષવાર સ્થિતિઃ

ભારતીય જનતા પાર્ટી – 74
જનતા દળ (યુનાઇટેડ) – 43
રાષ્ટ્રીય જનતા દળ – 75
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ – 19
હિન્દુસ્તાની અવામ મોરચા (સેક્યુલર) – 4
ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી-લેનિનવાદી) (લિબરેશન) – 12
વિકાસશીલ ઇન્સાન પાર્ટી – 4
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન – 5
ભારતીય સામ્યવાદી પક્ષ (માર્કસવાદી) – 2
બહુજન સમાજ પાર્ટી- 1
ભારતીય સામ્યવાદી પક્ષ – 2
લોક જનશક્તિ પાર્ટી – 1
અપક્ષ – 1

Exit mobile version