Site icon Revoi.in

સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની UP પોલીસ આગામી સપ્તાહમાં કસ્ટડી મેળવશે

Social Share

અમદાવાદઃ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલા કુખ્યાત અતિક અહેમદની કસ્ટડી મેળવવા માટે ઉત્તરપ્રદેશ પોલીસે કવાયત શરૂ કરી છે. અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદની કસ્ટડી માટે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે. આગામી સપ્તાહમાં ઉત્તરપ્રદેશ અમદાવાદની જેલમાંથી અતિક અહેમદની કસ્ટડી મેળવશે. બીજી તરફ અતિક અહેમદના એન્કાઉન્ટરને લઈને સમાજવાદી પાર્ટીએ ચિંતા વ્યક્ત કરી છે. દરમિયાન ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, કોઈ આરોપી પોલીસ ઉપર ગોળીબાર સહિતના ગંભીર હુમલો થાય ત્યારે પોલીસ એન્કાઉન્ટરની ઘટના બને છે. બીજી તરફ યોગી સરકારે ગુનાખોરીને ડામવા માટે પોલીસ અધિકારીઓને જરુરી સુચના આપવામાં આવી છે.

ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રિજેશ પાઠકે જણાવ્યું હતું કે, અતિક અહેમદ હાલ જેલમાં બંધ છે. તેમની કસ્ટડી માટે કાનૂની કાર્યવાહી કરાશે. ઉત્તરપ્રદેશમાં કાનૂનનું રાજ છે, અને ગુનેગારો સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર કેસની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. જે ગુનેગાર છે તેને પોલીસનો ડર હોય છે. બીજી તરફ સમાજવાદી પાર્ટીએ યોગી સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા. તેમજ અતિક અહેમદના એન્કાઉન્ટરને લઈને આશંકા વ્યક્ત કરી હતી. ઉત્તરપ્રદેશના કુખ્યાત માફિયા અતિક અહેમદ હાલ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. જેલમાં બેઠા-બેઠા તેના ઈશારા ઉપર અતિકના ઈશારે ઉમેશ પાલની હત્યા કરાઈ હતી. આ હત્યા કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. તા. 12થી 18 માર્ચ દરમિયાન પોલીસ તેમની સાબરમતી જેલમાંથી કસ્ટડી મેળવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.