Site icon Revoi.in

અયોધ્યાઃ ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરના ગર્ભગૃહના નિર્માણની કામગીરી શરૂ

Social Share

લખનૌઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણને લઈને આજે ઐતિહાસિક દિવસ છે. આજથી મંદિરના ગૃર્ભગૃહનું નિર્માણ શરૂ થયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આજે ગર્ભગૃહના નિર્માણની પ્રથમ ઈંટ રાખી હતી. આ સાથે તા. 29મી મેથી શરૂ થયેલુ સર્વદેવ અનુષ્ઠાન સમ્પન થયું હતું. સીએમ યોગી નિર્માણ સ્થળ પારે દ્રવિડ શૈલીમાં બનેલા મંદિરના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સામેલ થયાં હતા.

ગર્ભગૃહના નિર્માણની પ્રથમ ઈંટ મુક્યા બાદ સીએમ યોગીએ જણાવ્યું હતું કે, આજથી ગર્ભગૃહના નિર્માણનું કાર્ય શરૂ થયું છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામજીનું ભવ્ય મંદિર અયોધ્યાધામમાં તૈયાર થશે. આ મંદિરથી ભારતનું રાષ્ટ્ર નિર્માણ થશે. સીએમ યોગીએ મંદિરના આર્કિટેક્ટ અને કારીગરોનું સમ્માન કર્યું હતું. સીએમ યોગીએ મંત્રોચ્ચાર વચ્ચે ગર્ભગૃહની ઇંટ રાખી હતી.

સીએમ યોગી આજે સવારે અયોધ્યા પહોંચ્યાં હતા અને સૌ પ્રથમ તેઓ હનુમાનગઢી ગયાં હતા. જ્યાં તેમણે હનુમાનજીની પૂજા-અર્ચના કરી હતી. જે બાદ તેઓ ભગવાન શ્રીરામ જન્મભૂમિ પહોંચ્યાં હતા. આજના શુભ પ્રસંગ્રે મોટી સંખ્યામાં સાધુ-સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. મંદિર નિર્માણ માટે રાજસ્થાન અને અયોધ્યામાં અનેક સ્થળો ઉપર પથ્થર પર નક્કશી કામ ચાલી રહ્યું છે. આ કામગીરીમાં રાજસ્થાનની સાથે પ્રથમવાર ઉત્તરપ્રદેશના કારીગરો પણ જોડાયાં છે. શ્રીરામ જન્મભૂમિ કાર્યશાળામાં 1992થી પથ્થરોની પસંદગીને લઈને કામગીરી કરવામાં આવે છે. ત્યાર સુધીમાં મંદિર નિર્માણ માટે પિલર્સ પર નકશીનું કાર્ય લગભગ પૂર્ણ થઈ ચુક્યું છે.