Site icon Revoi.in

ભારતીય ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ઓપનિંગમાં બેટીંગ કરીને આ બેસ્ટમેને ફટકારી સૌથી વધારે સદી

Social Share

દિલ્હીઃ ટેસ્ટ ક્રિકેટમાં ઓપનિંગમાં બેડિંગ કરતા આવતા બેસ્ટમેન સામે અનેક પડકાર હોય છે. ટેસ્ટ મેચની શરૂઆતનું પ્રથમ સેશન્સ મહત્વનું હોય છે. બોલસ ફ્રેશ હોવાની સાથે પિચથી પણ તેમને સારી મદદ મળે છે. જેથી ટેસ્ટમાં ઓપનીંગ કરવા આવતા બેસ્ટમેન 100 રન કરવા માટે મુશ્કેલ હોય છે. તેમજ અંતિમ સેશન્સ પણ એટલું જ મહત્વનું હોય છે. ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના ઓપનિંગ સૌથી વધારે શતક સુનિલ ગાવસ્કરના નામે છે.

ભારતીટ ટીમના ઓપનર સુનિલ ગાવસ્કરે ટેસ્ટ ક્રિકેટમાં 34 શતક મારી છે. જે પૈકી 33 શતક ઓપનિંગમાં કરી હતી. જ્યારે એક શકત બીજા ક્રમ ઉપર બેટીંગમાંલ આવીને કરી હતી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં ઓપનિંગમાં સૌથી વધારે શતક સુનિલ ગાવસ્કરે મારી છે.

ટેસ્ટમાં ત્રીજા નંબરે બેટિંગ કરતા ભારત તરફથી સર્વોચ્ચ સદીનો રેકોર્ડ રાહુલ દ્રવિડનું નામે છે. દ્રવિડે ટેસ્ટમાં 3 નંબર પર બેટિંગ કરતી વખતે 28 સદી ફટકારી છે. દ્રવિડે તેની ટેસ્ટ કારકિર્દીમાં કુલ 36 સદી ફટકારી છે. વિશ્વ ટેસ્ટ ક્રિકેટમાં રાહુલ દ્રવિડ ધ વોલ તરીકે ઓળખાતા હતા. તેમજ તેમને આઉટ કરવામાં હરિફ ટીમના બોલરોને પરસેવો પડી જતો હતો.

ભારત તરફથી ચોથા નંબર પર બેટિંગ કરતી વખતે સચિન તેંડુલકરે સૌથી વધુ સદી ફટકારી છે. તેંડુલકરે તેની કારકીર્દિમાં ચોથા ક્રમે બેટીંગ કરીને 44 સદી ફટકારી હતી,  સચિને ટેસ્ટમાં કુલ ૨55 ઇનિંગ્સમાં ચોથા ક્રમે બેટિંગ કરી હતી. ક્રિકેટમાં સૌથી વધારે રન અને સદી બનાવવાનો રેકોર્ડ સચિનના નામે છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ચોથા ક્રમે બેટીંગ કરતા સૌથી સદી ફટકારનારો સચિન વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે.

ટેસ્ટમાં ભારત તરફથી પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન 5 નંબર પર સૌથી વધુ સદી ફટકારી ચૂક્યા છે. અઝહરના નામે ટેસ્ટમાં  કુલ 16 સદી નોંધાયેલી છે.

ભારત તરફથી છઠ્ઠા ક્રમે બેટીંગ કરીને રવિ શાસ્ત્રી અને વીવીએસ લક્ષ્મણના નામે સર્વોચ્ચ સદી બનાવવાનો રેકોર્ડ છે. બંનેએ 6 નંબર પર કુલ 5 સદી ફટકારી છે. લક્ષ્મણે 50ની એવરેજથી બેટિંગ કરતા 5 સદી ફટકારી હતી, જ્યારે શાસ્ત્રીની સરેરાશ 35 હતી.

ભારત તરફથી ટેસ્ટમાં સાતમા ક્રમે સર્વોચ્ચ સદીનો રેકોર્ડ ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવના નામે છે. કપિલ દેવે 7 નંબર પર બેટિંગ કરતા 5 સદી ફટકારી છે. કપિલ દેવ ભારતના ઓલરાઉન્ડર છે જેમણે ટેસ્ટમાં 400 થી વધુ વિકેટ અને 5000 થી વધુ રન બનાવ્યા છે.

ભારત તરફથી આઠમા ક્રમે બેટીંગ કરીને અશ્વિને સૌથી વધુ સદી ફટકારી છે. 8 ક્રમ પર બેટિંગ કરતા અશ્વિને અત્યાર સુધીમાં 3 સદી ફટકારી છે. ન્યૂઝીલેન્ડના પૂર્વ ખેલાડી ડેનિયલ વેટ્ટોરીએ તેની કારકિર્દીમાં આ ક્રમે બેટીંગ કરીને 4 સદી ફટકારી છે.

ભારત તરફથી 9, 10 અને 11ના ક્રમે કોઈ ખેલાડીએ સદી ફટકારી નથી. જ્યારે દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી શોન પોલકે 9માં ક્રમે બેટીંગ કરીને 2 સદી ફટકારી છે.  જ્યારે ઓસ્ટ્રેલિયા તરફથી રેગી ડઝ નામના ખેલાડીએ 10 ક્રમે બેટીંગ કરીને સદી ફટકારી છે. આ ક્રિકેટરે પોતાની પ્રથમ અને અંતિમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. જ્યારે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 11માં ક્રમે કોઈ ખેલાડીએ સદી બનાવી નથી.