Site icon Revoi.in

અંડર-19 વર્લ્ડ કપ જીતરનાર ભારત ક્રિકેટ ટીમ ઉપર ધનવર્ષા, BCCI દ્વારા ઈનામની જાહેરાત

Social Share

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: જૂનિયર ક્રિકેટમાં ફરી એકવાર ભારતનો દબદબો સાબિત થયો છે. ઝિમ્બાબ્વેની ધરતી પર રમાયેલા આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ભારતે ઈંગ્લેન્ડને 100 રને પરાજય આપીને રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામે કર્યું છે. આ ઐતિહાસિક જીત બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ખેલાડીઓ પર ધનવર્ષા કરતા 7.5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

હરારેમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતની જીતનો અસલી હીરો 14 વર્ષનો યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી રહ્યો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા નિર્ધારિત ઓવરોમાં 411 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. વૈભવે માત્ર 80 બોલમાં 175 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જેમાં 15 ચોગ્ગા અને 15 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે. તેને પ્લેયર ઓફ ધ મેચની સાથે ટુર્નામેન્ટમાં કુલ 439 રન બનાવવા બદલ પ્લેયર ઓફ ધ સિરીઝ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

સામાન્ય રીતે ICC અંડર-19 સ્તરે કોઈ આર્થિક ઈનામ આપતું નથી, પરંતુ BCCI એ પોતાની પરંપરા જાળવી રાખી છે. બોર્ડના સચિવ દેવજીત સૈકિયાએ શનિવારે વિજેતા ટીમ માટે 7.5 કરોડ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી હતી. અંડર-19 સ્તરે BCCI તરફથી આપવામાં આવેલું આ અત્યાર સુધીનું સૌથી મોટું ઈનામ છે. અગાઉ 2025માં અંડર-19 મહિલા ટીમને 5 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચોઃ ભારતે અગ્નિ-3 ઇન્ટરમીડિયેટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું

Exit mobile version