Site icon Revoi.in

યુપીની બારાબંકીથી ભાજપના ઉમેદવાર ઉપેન્દ્રસિંહ રાવત ચૂંટણી નહીં લડે, વાયરલ વીડિયો બાદ લીધો નિર્ણય

Social Share

લખનૌ: ઉત્તરપ્રદેશના બારાબંકીથી સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે ભાજપની ટિકિટ પાછી આપી દીધી છે. સાંસદનો એક કથિત અશ્લિલ વીડિયો વાયરલ થયો હતો, તેના પછી તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી છે.

ઉપેન્દ્રસિંહ રાવતે એક્સ પર લખ્યુ છે કે મારો એક એડિટેડ વીડિયો વાયરલ કરાય રહ્યો છે, જે ડીપફેક એઆઈ તકનીક દ્વારા જનરેટેડ છે, તેની એફઆઈઆર મેં નોંધાવી છે. તેના સંદર્ભે મેં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષજીને નિવેદન કર્યું છે કે આની તપાસ કરાવવામાં આવે. જ્યાં સુધી હું નિર્દોષ સાબિત થાવ નહીં જાહેરજીવનમાં કોઈ ચૂંટણી લડીશ નહીં.

આ પહેલા સાંસદ ઉપેન્દ્રસિંહ રાવતે કહ્યુ હતુ કે વીડિયોને એઆઈથી એડિટ કરવામાં આવ્યો છે. આ કોઈને 2022-23નો વીડિયો હશે, જેનો ચહેરો તેમનો દેખાડવામાં આવ્યો છે.

તો ભાજપના જિલ્લાધ્યક્ષ અરવિંદકુમાર મૌર્યે કહ્યુ હતુ કે વીડિયો વાયરલ કરવો ઉપેન્દ્રસિંહ રાવત વિરુદ્ધ રાજકીય ષડયંત્ર છે. ફરીથી ટિકિટ મળવાથી વિપક્ષ ખળભળી ગયું છે. આ ષડયંત્રનો જનતા જવાબ આપશે.