Site icon Revoi.in

2019માં ઉત્તરપ્રદેશની 10 લોકસભા બેઠકો પર જીતવામાં ભાજપનો છૂટી ગયો હતો પરસેવો! એક પર તો સરસાઈ હતી માત્ર 181 મતની

Social Share

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની ઘોષણામાં ખૂબ ઓછો સમય બાકી બચ્યો છે. ચૂંટણીની ઘોષણાથી પહેલા જ તમામ પક્ષોએ લોકોના દિલ જીતવા માટેની પોતપોતાની રણનીતિ પર કામ શરૂ કર્યું છે. યુપીમાં ગત વખતે ભાજપને સૌથી વધુ બેઠકો પર જીત મળી હતી. પરંતુ અહીંની 10 બેઠકો પર હારજીતની સરસાઈ 30000 મતથી ઓછી હતી. આ બેઠકોને ફરીથી જીતવા માટે ભાજપે આ વખતે ફોક્સ કર્યું છે.

મછલીશહર લોકસભા બેઠક-

આ બેઠક પર ભાજપના ઉમેદવાર બી. પી. સરોજને માત્ર 181 મતે વિજય પ્રાપ્ત થયો હતો. ભાજપના ઉમેદવારને 4,88,397 મત મળ્યા હતા. તેની સામે બીએસપી (સપા-બસપા ગઠબંધન)ના ઉમેદવાર ત્રિભુવન રામને 4,88,216 વોટ મળ્યા હતા.

યુપી વેસ્ટમાં જીત મેળવવા માટે ભાજપે આ વખતે આરએલડી સાથે ગઠબંધન કર્યું છે.

મુઝફ્ફરનગર બેઠક-

ગત ચૂંટણીમાં અહીંની મુઝફ્ફરનગર લોકસભા બેઠક પર ભાજપના સંજીવ બાલિયાનને 5,73,780 વોટ મળ્યા હતા. તેમણે આરએલડીના અજીત સિંહને 6,526 વોટથી મ્હાત આપી હતી. અજીત સિંહ આ ચૂંટણીમાં સપા-બસપાની સાથે ગઠબંધન કરીને લડયા હતા. તેમણે 5,67,254 વોટ પ્રાપ્ત કર્યા હતા.

મેરઠ બેઠક –

મેરઠ બેઠક પર ભાજપના રાજેન્દ્ર અગ્રવાલને 5,86,184 વોટ મળ્યા હતા. તેમની સામે ચૂંટણી લડી રહેલા હાજી મોહમ્મદ યાકૂબને 5,81,455 વોટ મળ્યા હતા. ભાજપને અહીં 4,776 વોટની સરસાઈથી જીત મળી હતી.

કન્નોજ બેઠક –

સમાજવાદી પાર્ટીનો ગઢ ગણાતી કન્નોજ લોકસભા બેઠક પર ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સુબ્રત પાઠકે જીત મેળવીને સૌને ચોંકાવ્યા હતા. તેમણે સમાજવાદી પાર્ટીના ડિમ્પલ યાદવને 12,353 વોટથી હરાવ્યા હતા. સુબ્રત પાઠકને કન્નોજમાં 5,63,087 વોટ મળ્યાહતા અને ડિમ્પલ યાદવને 5,50734 વોટ મળ્યા હતા.

ચંદૌલી બેઠક –

ભાજપને 2019ની ચૂંટણીમાં ચંદૌલી બેઠક પર 13,954 વોટથી જીત મળી હતી. આ બેઠક પર બાજપના મહેન્દ્નાથ પાંડેયને 5,10,733 વોટ અને સમાજવાદી પાર્ટીના સંજય ચૌહાનને 4,96,774 વોટ મળ્યા હતા.

સુલ્તાનપુર બેઠક –

ભાજપના ઉમેદવાર મેનકા ગાંધીને માત્ર 14,526 વોટથી જીત મળી હતી. તેમને 4,59,196 વોટ મળ્યા હતા. જ્યારે બીએસપીના ચંદ્રભદ્રસિંહને 4,44,670 વોટ મળ્યા હતા.

બલિયા બેઠક-

2019માં બલિયા બેઠક પરથી ભાજપના વિરેન્દ્ર સિંહને માત્ર 15,519 વોટથી જીત મળી હતી. તેમને 4,69,114 વોટ મળ્યા હતા. જ્યારે તેમની સામે ચૂંટણી લડનારા સનાતન પાંડેને 4,53, 595 વોટ મળ્યા હતા.

બદાયૂં બેઠક –

બદાયૂં બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંઘમિત્રા મૌર્યને માત્ 18,454 વોટથી જીત મળી હતી. તેમને 5,11,352 વોટ મળ્યા હતા અને સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ધર્મેન્દ્ર યાદવને 4,92,898 વોટ મળ્યા હતા.

બાગપત બેઠક-

ભાજપના ઉમેદવાર સત્યપાલ સિંહને માત્ર 23502 વોટથી જીત મળી હતી. ભાજપના સત્યપાલ મલિકને 5,25,789 વોટ અને આરએલડીના જયંત ચૌધરીને 5,02,287 વોટ મળ્યા. કહેવામાં આવે છે કે આ ચૂંટણીમાં ભાજપ ગઠબંધન હેઠળ આ લોકસભા બેઠક આરએલડીને ફાળવે તેવી શક્યતા છે. આરએલડી ગત બે ચૂંટણીમાં અહીં હારી છે.