નવી દિલ્હી, 25 ફેબ્રુઆરી 2026: કેરલનું નામ કેરલમ કરવાની કેન્દ્ર સરકારની કેબિનેટે મંજુરી આપ્યા બાદ હવે દિલ્હીના ચાંદની ચોકના ભાજપના સાંસદ અને કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું નામ બદલીને ઈન્દ્રપ્રસ્થ કરવાની વિચારણા કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીનું નામ બદલવાની પ્રક્રિયા કરાય તો આ પગલુ ભારતની રાજધાનીની ઐતિહાસિક અને સભ્યતાગત ઓળખને પુનસ્થાપિત કરવા સમાન છે.
તેમણે વિનંતી પણ કરી છે કે, દિલ્હીના કોઈ ઉપયુક્ત સ્થાન ઉપર સંભવતઃ જૂના કિલ્લામાં પાંડવોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવે, જેથી દિલ્હીની પ્રાચીન સાંસ્કૃતિક અને એતિહાસિક ઓળખ પુનઃજીવિત કરી શકાય. તેમણે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાને વિનંતી કરી છે કે, દિલ્હી વિધાનસભામાં દિલ્હીનું નામ ઈન્દ્રપ્રસ્થ કરવા માટે પ્રસ્તાવ પસાર કરવો જોઈએ. અમિત શાહને લખેલા એક પત્રમાં ખંડેલવાલએ જણાવ્યું હતું કે, ભારત વિશ્વની પ્રાચીન જીવીત સભ્યતાઓમાંથી એક છે અને તેની રાષ્ટ્રીય રાજધાનીનું પણ તેના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્યોનું પ્રતિબિંબિત કરવુ જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું હતું હતું, ઐતિહાસિક સાહિત્ય, પુરાતાત્વિક સાક્ષ્ય અને દીર્ઘકાલિન સભ્યતાગત પરંપરા આ સ્થાપિત કરે છે કે, વર્તમાન દિલ્હી જ પ્રાચીન ઈન્દ્રપ્રસ્થનું સ્થળ છે, જે પાંડવો દ્વારા સ્થાપિત ભવ્ય રાજધાની છે. જેમ કે મહાકાવ્ય મહાભારતમાં તેનું વર્ણન છે. મહાભારતમાં ઈન્દ્રપ્રસ્થને યમુના નદીના તટ પર વસેલા એક સમૃદ્ધ અને ભવ્ય નગર બતાવાયું છે જે આજની દિલ્હીને ભૌગોલિક રીતે મેળ આવે છે.
આ પણ વાંચોઃ આઠમાં ધોરણના NCERTના પુસ્તકમાં ન્યાયતંત્ર વિશેનું પ્રકરણ સુપ્રીમ કોર્ટને ન ગમ્યું, કેસ ચલાવશે

