Site icon Revoi.in

ભાજપનું મિશન બંગાળ, અમિત શાહ ફેબ્રુઆરીથી પશ્ચિમ બંગાળમાં નાખશે ધામા

Social Share

દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ભાજપ દ્વારા વિધાનસભાની 294 બેઠકો પૈકી 200 બેઠકો ઉપર જીત મેળવવાના લક્ષ્યાંક સાથે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તેમજ તૃણમૂલ કોંગ્રેસના કાંકરા ખેરવવા માટે રણનીતિ તૈયાર કરી છે. આગામી ફેબ્રુઆરીથી અમિત શાહ જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી નહીં યોજાય ત્યાં સુધી દર મહિને સાત દિવસોને પશ્ચિમ બંગાળનો પ્રવાસ કરશે. તેમજ આગામી જાન્યુઆરી મહિનામાં પણ કેન્દ્રીય મંત્રી અમિત શાહ બંગાળનો પ્રવાસ કરશે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી અમિત શાહના બંગાળના પ્રવાસને લઈને મુખ્યમંત્રી મમતા બેનર્જીની પણ મુશ્કેલીમાં વધારો થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહ ફેબ્રુઆરી મહિનાથી દર મહિને લગભગ એક અઠવાડિયા જેટલો સમય બંગાળમાં વિતાવશે. અમિત શાહે આ જાણકારી તાજેતરમાં મળેલી બંગાળના ભાજપના નેતાઓને આપી હોવાનું જાણવા મળે છે. ભાજપના નેતા સિનિયર નેતાએ જણાવ્યું હતું કે, અમિત શાહના આગામી પ્રવાસ માટે બે તારીખ આપવામાં આવી છે. લગભગ 12મી જાન્યુઆરીના રોજ શાહ બંગાળની મુલાકાતે આવી શકે છે. આ દિવસે સ્વામી વિવેકાનંદની જ્યતિ છે. આ ઉપરાંત બીજી તરફ તા, 23મી જાન્યુઆરી આપવામાં આવી છે. આ દિવસે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ છે.

ભાજપના એક નેતાના જણાવ્યા અનુસાર તા. 20મી જાન્યુઆરી બાદ આવે તેવી શકયતાઓ વધારે છે. તેમજ ફેબ્રુઆરીથી વિધાનસભાની ચૂંટણી સુધી દર મહિને એક અઠવાડિયા સુધી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં રોકાણ કરશે. જેમની બંગાળમાં હાજરી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરશે.