લખનૌ, 6 ફેબ્રુઆરી, 2026 – BSP leader Mayawati came in support of Brahmins બહુજન સમાજ પાર્ટી (બસપ)ના નેતા માયાવતી બ્રાહ્મણોના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે દેશમાં વિવિધ સમુદાય તેમજ ખાસ કરીને મનોરંજન ઉદ્યોગ દ્વારા બ્રાહ્મણોના થઈ રહેલા અપમાન સામે નારાજગી વ્યક્ત કરી છે. દરમિયાન આ વેબ સિરિઝ વિરુદ્ધ આજે એફઆઈઆર દાખલ કરાવવામાં આવી છે.
બહેન માયાવતીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X ઉપર એક પોસ્ટ કરીને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે.
તેમણે એક્સ ઉપર જણાવ્યું કે, આ વાત દુઃખ અને ચિંતાની છે કે, છેલ્લા થોડા સમયથી માત્ર યુપીમાં જ નહીં પરંતુ હવે તો ફિલ્મોમાં પણ પંડિતને ભ્રષ્ટાચારી બતાવીને આખા દેશમાં તેમનું જે અપમાન અને અનાદર કરવામાં આવી રહ્યો છે તથા જેનાથી સમગ્ર બ્રાહ્મણ સમાજમાં હાલ જોરદાર રોષ વ્યાપેલો છે તેથી અમારો પક્ષ પણ આકરા શબ્દોમાં ટીકા કરે છે. આવી એક જાતિવાદી ફિલ્મ (વેબ સિરીઝ) ઘૂસખોર પંડત ઉપર કેન્દ્ર સરકારે તરત જ પ્રતિબંધ લગાવવો જોઈએ તેવી બી.એસ.પી. ની માંગ છે. સાથે જ લખનઉ પોલીસ દ્વારા એફઆઈઆર દાખલ કરવામાં આવે તે યોગ્ય રહેશે.
यह बड़े दुख व चिन्ता की बात है कि पिछले कुछ समय से अकेले यू.पी. में ही नहीं बल्कि अब तो फिल्मों में भी ’पंडत’ को घूसखोर आदि बताकर पूरे देश में जो इनका अपमान व अनादर किया जा रहा है तथा जिससे समूचे ब्राह्मण समाज में इस समय ज़बरदस्त रोष व्याप्त है, इसकी हमारी पार्टी भी कड़े शब्दों…
— Mayawati (@Mayawati) February 6, 2026
બીજી તરફ, આ બાબતે હજરતગંજના એસએચઓ વિક્રમ સિંહે જાતે નોંધ લઈને કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, સીએમ યોગી આદિત્યનાથની સૂચના છે કે સામાજિક સંતુલન બગાડે તેવી તથા ધાર્મિક કે જાતિવાદી ભાવનાઓને ભડકાવે તેવી કોઇપણ બાબત સામે પગલાં લેવા. તે અનુસાર આ વેબ સિરીઝ વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

