Site icon Revoi.in

અંદાજપત્ર 2026-27ઃ વિવિધ સ્થળે બજેટ LIVE જોવા માટે કરવામાં આવી વ્યવસ્થા

Budget 2026-27 pic courtesy @nsitharamanoffc

Budget 2026-27 pic courtesy @nsitharamanoffc

Social Share

ગાંધીનગર, 31 જાન્યુઆરી, 2026 – budget 2026-27 કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સિતારમણ આવતીકાલે એક ફેબ્રુઆરીને રવિવારે તેમનું સળંગ નવમું (9) અંદાજપત્ર રજૂ કરશે. નરેન્દ્ર મોદી સરકારના સિનિયર મંત્રી તરીકે તેઓ અત્યાર સુધીમાં આઠ બજેટ રજૂ કરી ચૂક્યા છે, અને આવતીકાલે નવમું અંદાજપત્ર રજૂ કરશે. જો આવતા વર્ષે પણ તેઓ બજેટ રજૂ કરશે તો દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને નાણાપ્રધાન મોરારજી દેસાઈના 10 બજેટ રજૂ કરવાના રેકોર્ડની બરાબરી કરશે.

દરમિયાન, આવતીકાલે રજૂ થઈ રહેલા બજેટને લાઈવ નિહાળવા માટે વિવિધ સંસ્થા, સંગઠનો તેમજ રાજકીય પક્ષો દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ (GCCI) દ્વારા બિઝનેસ અગ્રણીની ઉપસ્થિતિમાં બજેટ લાઈવ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એ જ રીતે ભાજપના રાજ્ય એકમ દ્વારા પણ ગાંધીનગરસ્થિત પક્ષના વડામથકે બજેટ લાઈવ નિહાળવા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેર અને રાજ્યની વિવિધ ક્લબ, વેપારી મંડળો દ્વારા પણ સમૂહમાં બજેટ લાઈવ નિહાળવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, આવા દરેક સ્થળે બજેટ નિહાળવાની વ્યવસ્થા માત્ર નિમંત્રિતો માટે હશે. રિવોઈ ન્યૂઝ પોર્ટલ પણ બજેટની તમામ મહત્ત્વની દરખાસ્તો અને જાહેરાતો વિશે સતત લાઈવ અપડેટ આપશે.

ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી અનુસાર 1 ફેબ્રુઆરી, 2026, રવિવારે સવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારનું નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું બજેટ કેન્દ્રીય નાણાંમંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દેશ સમક્ષ રજૂ કરવાના છે.

જે અંતર્ગત ભાજપા પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ‘, કોબા, ગાંધીનગર ખાતે રાજ્યના નામાંકિત અર્થશાસ્ત્રીઓ, શિક્ષણવિદો, ઉદ્યોગકારો, વિજ્ઞાનીઓ, ચાર્ટડ એકાઉ્ટન્ટસ, તબીબો, સમાજ શ્રેષ્ઠીઓ સામૂહિક રીતે બજેટનું જીવંત પ્રસારણ નિહાળશે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને રાજ્ય સરકારના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ VIDEO: બલોચ લડવૈયાઓનો હાહાકારઃ 12 શહેરો ઉપર કબજો કર્યો, પાકિસ્તાની સૈન્યની નાસભાગ

Exit mobile version