Site icon Revoi.in

પાકિસ્તાનની સાન ઠેકાણ આવી, હવે ભારતથી કરશે કપાસની આયાત

Social Share

નવી દિલ્હી: પાકિસ્તાનની સાન હવે ઠેકાણે આવી છે. પાકિસ્તાનના ટેક્સટાઇલ માર્કેટમાં કપાસની ખોટ પડી રહી છે ત્યારે હવે કપાસની ખોટને પૂરવા માટે પાકિસ્તાન હવે ભારતમાંથી કપાસની આયાત કરશે. આ માટે હવે કાપડ મંત્રાલયે ભારતમાંથી કપાસની આયાત પર મૂકેલા પ્રતિબંધને હટાવવા માટે ભલામણ કરી છે.

કાપડ મંત્રાલયે ભારતમાંથી કપાસની અને સૂતરના દોરાની ફરી આયાત શરૂ કરવા માટે કેબિનેટની ઇકોનોમિક કમિટિની મંજૂરી માંગી છે. એક અધિકારી અનુસાર, પ્રતિબંધ હટાવવા માટે એક સપ્તાહ પહેલા કમિટિને અનુરોધ કર્યો છે. તે પછી તેને મંત્રી મંડળની મંજૂરી માટે મૂકવામાં આવશે.

ભારત સામે પાકિસ્તાનને ઝુકવું પડ્યું છે કારણ કે પાકિસ્તાનમાં કપાસનું ઉત્પાદન ઓછું થયું છે. પાકિસ્તાનમાં ઉદ્યોગોને અમેરિકા, બ્રાઝિલ અને ઉઝબેકિસ્તાન જેવા દેશોથી કપાસ આયાત કરવાની ફરજ પડી રહી છે. પાકિસ્તાનને આ વર્ષે 12 મિલિયન કપાસની ગાંસડીઓની જરૂર છે પરંતુ ઘરઆંગણાના ઉત્પાદનથી તેની માત્ર 7.7 મિલિયન ગાંસડીઓની જરૂરિયાત પૂરી થઇ શકે તેમ છે.

બીજી તરફ ભારતથી જો કપાસની આયાત કરવામાં આવે તો તે સસ્તુ પડે તેમ છે. ત્રણ થી ચાર દિવસમાં કપાસનો જથ્થો પાકિસ્તાન પણ પહોંચી શકે છે.જ્યારે બાકીના દેશોમાંથી કપાસની આયાત મોંઘી પડી રહી છે અને કપાસ પહોંચવામાં વધારે સમય પણ લાગી રહ્યો છે.

પાકિસ્તાનની નિકાસમાં 60 ટકા ફાળો ટેક્સટાઈલ માર્કેટનો છે. જો કપાસ ઓછો પડે તો નિકાસને પણ ફટકો પડે તેમ છે.

(સંકેત)

Exit mobile version