Site icon Revoi.in

ઠંડીમાં માણો ગરમાગરમ કોબી-વટાણાના સૂપની મજા, જાણો રેસીપી

Social Share

શિયાળાની ઠંડીમાં સાંજના સમયે જો ગરમાગરમ અને પૌષ્ટિક સૂપ મળી જાય તો મજા પડી જાય છે. ગૃહિણીઓ માટે રસોઈમાં કંઈક નવું અને હેલ્ધી બનાવવા માટે ‘કોબી-વટાણાનો સૂપ’ એક ઉત્તમ વિકલ્પ છે. ઓછી મહેનત અને ઘરમાં રહેલી સાદી સામગ્રીથી બનતો આ સૂપ સ્વાદમાં પણ લાજવાબ હોય છે. આજે આપણે જાણીએ આ સૂપ બનાવવાની રેસીપી…

સામગ્રીઃ એક કપ ઝીણી સમારેલી કોબીજ, અડધો કપ લીલા વસાણા, ઝીણી સમારેલી એક ડુંગળી, 3 કળી લસણ(ઝીણુ સમારેલુ), એક નાનુ આદુ (છીણેલું), અડધી ચમચી મરી પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી માખણ, 3 કપ પાણી…

બનાવવાની રીતઃ સૌથી પહેલા એક કડાઈમાં માખણ ગરમ કરો. માખણ ઓગળે એટલે તેમાં લસણ અને આદુ નાખીને હળવું સાંતળો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરો અને તે હળવી ગુલાબી થાય ત્યાં સુધી ચઢવા દો. ત્યારબાદ તેમાં કોબીજ અને વટાણા ઉમેરીને 2 મિનિટ સુધી બરાબર હલાવો. હવે તેમાં પાણી અથવા વેજ સ્ટોક ઉમેરો. સ્વાદ મુજબ મીઠું નાખીને કડાઈનું ઢાંકણ બંધ કરી દો અને 10 મિનિટ સુધી મધ્યમ આંચ પર ઉકળવા દો. જ્યારે બધી જ શાકભાજી બરાબર બફાઈ જાય અને સૂપ ઘટ્ટ થવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. જે બાદ ઉપરથી મરી પાવડર ભભરાવીને ગરમાગરમ સર્વ કરો. આ સૂપ બાળકોથી લઈને વડીલો સુધી દરેક માટે સ્વાસ્થ્યવર્ધક છે. ડાયટ કરતા લોકો માટે પણ આ એક બેસ્ટ ઓપ્શન છે.

આ પણ વાંચોઃ બજેટ વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ અને 25 વર્ષનો રોડમેપ દર્શાવે છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

Exit mobile version