Homerevoinewsબજેટ વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ અને 25 વર્ષનો રોડમેપ દર્શાવે છેઃ જગદીશભાઈ...

બજેટ વિકસિત ભારતની બ્લુ પ્રિન્ટ અને 25 વર્ષનો રોડમેપ દર્શાવે છેઃ જગદીશભાઈ વિશ્વકર્મા

ગાંધીનગર, 2 ફેબ્રુઆરી, 2026 – Jagdishbhai Vishwakarma રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ એ મોદી સરકારની ઓળખ રહી છે તેમ જણાવી ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઇ વિશ્વકર્માએ 2026-27ના કેન્દ્રીય બજેટને ‘વિકસિત ભારત 2047‘ ની બ્લુ પ્રિન્ટ અને આગામી 25 વર્ષના રોડમેપને પ્રતિબિંબિત કરતું રૂ. 53.5 લાખ કરોડનું સર્વસ્પર્શી, સર્વ સમાવેશી અને યુવાશક્તિ ડ્રિવન બજેટ તરીકે ઓળખાવ્યું હતું.

પ્રદેશ ભાજપા કાર્યાલય ‘શ્રી કમલમ’, કોબા, ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જગદીશભાઇ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, આ બજેટ ભારતના ‘સ્ટ્રોંગ સ્ટેપ ફોર રાઈટ ડિરેક્શન‘ના અભિગમને દર્શાવે છે.

જગદીશભાઇએ જણાવ્યું હતું કે, શ્રીમતી નિર્મલા સીતારમણનું 9મું બજેટ એ કર્તવ્ય ભવનમાં પ્રસ્તુત થયેલું પ્રથમ બજેટ છે. આ બજેટ ત્રણ કર્તવ્યો દેશના આર્થિક વિકાસને ઉત્તેજન, નાગરિકોની આશા આકાંક્ષાઓની પૂર્ણતા અને સૌના સાથ, સૌના વિકાસના ભાવ સાથે વિકાસના લાભ સમાજના પ્રત્યેક વર્ગ સુધી પહોંચાડવાના સ્તંભ પર આધારિત છે. આ બજેટ દેશની યુવાશક્તિ, નારીશક્તિ, કિસાન શક્તિ, શ્રમિક શક્તિ તેમજ ઉદ્યમી શક્તિ ને કેન્દ્રમાં રાખતું બજેટ છે.

Budget shows blueprint of developed India and 25-year roadmap
Budget shows blueprint of developed India and 25-year roadmap

રાજ્ય ભાજપ અધ્યક્ષે ગુજરાત સંદર્ભે વાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત એક પ્રકારે MSME ઉદ્યોગોનું હબ છે. બજેટમાં MSME અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે થયેલી જાહેરાતો અને ટેક્સટાઈલ ક્ષેત્રે છ યોજનાઓના લાભથી ગુજરાતના ઉદ્યોગો બુસ્ટ અપ થશે જેનાથી રોજગારની નવી તકો સર્જાશે. 5 લાખથી વધુ વસ્તી ધરાવતા ટીયર-2 અને 3 શહેરોને સિટી ઇકોનોમિક રીઝન બનાવવાની જાહેરાતથી રાજ્યના આ કેટેગરીમાં આવતા શહેરોનો વિકાસને વેગ મળશે.

તેમણે ઉમેર્યું કે, મહિલાઓના સ્વરોજગાર અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા ‘શી માર્ટ્સ’ (Self Help Entrepreneur Mart) શરૂ કરાશે, જેના માધ્યમથી મહિલાઓને પોતાના ઉત્પાદનો માટે યોગ્ય બજાર મળશે.

ગુજરાત ભાજપ અધ્યક્ષે કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના વિઝનને સાકાર કરતું આ રિફોર્મ એક્સપ્રેસ બજેટ એ વિકસિત ભારતના પાયાને મજબૂત કરતું બજેટ છે, આ બજેટની દરેક જાહેરાત યુવાનોના સપનાઓને, ખેડૂતોની મહેનત અને સામાન્ય નાગરિકોની આશાને પાંખ આપશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાની હિન્દુ શરણઆર્થીઓને નાગરિકતાની સાથે ઘર પણ મળવું જોઈએઃ સુપ્રીમ કોર્ટ

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular