Site icon Revoi.in

કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોને સતર્કતા રાખવા કેન્દ્રની સૂચના

Social Share

મુંબઈઃ દેશમાં ફરી એકવાર કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેને લઈને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ ચાર રાજ્યોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળ સરકારને પત્ર લખી સાવધાની અને સતર્કતા રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત કોરોના સંક્રમણના કેસ વધતા કડક પગલા ભરવા પણ કહ્યું છે.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી આ ચાર રાજ્યોમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણે આ ચાર રાજ્યોને કડકાઈ દાખવવા કહેવામાં આવ્યું છે. ખાસ કરીને કોરોનાના નવા સ્ટ્રેનને ધ્યાને લેતા સરકારે ચિંતા વ્યક્ત કરી છે. નવા સ્ટ્રેનના કેસ દેશમાં અનેક રાજ્યોમાં નોંધાયા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોના નવા સ્ટ્રેનના 50થી વધારે કેસ સામે આવ્યાં છે. જેમાં આ ચાર રાજ્યનોનો પણ સમાવેશ થાય છે.