Site icon Revoi.in

કેન્દ્ર સરકાર GST પેટે ગુજરાત રાજયને રૂ. 9021 કરોડ ફાળવ્યાં

Social Share

અમદાવાદઃ જીએસટી કમ્પેસેશન સેસ એકટ હેઠળ નાણાકીય વર્ષ 2015-16 ને પાયાનું વર્ષ ગણી તેમાં વાર્ષિક 14 % લેખે વૃધ્ધિને આધારે પહેલી જુલાઇ 2017 થી 30 જૂન 2022 સુધી પાંચ વર્ષ માટે રાજ્યોની પ્રોટેક્ટેડ આવક નક્કી કરવામાં આવેલ હતી. આ સંદર્ભમાં ગુજરાત સરકારને મળવાપાત્ર જીએસટી વળતર પેટે 9021 કરોડની રકમ કેન્દ્ર સરકારે ગુજરાતને ફાળવી આપી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાતને આ રકમ ફાળવવા અંગે PM નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારામન અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.

દેશમાં છેલ્લા કેટલાક સમય મહિનાઓથી જીએસટીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જૂન 2023માં કુલ 1,61,497 કરોડ રૂપિયાનું GST કલેક્શન થયું છે. જેમાં ગયા વર્ષના જૂનની સરખામણીમાં 12 ટકાનો વધારો નોંધાયો છે. નાણા મંત્રાલયે કહ્યું કે દેશમાં GST લાગુ થયા પછી આ ચોથી વખત છે જ્યારે GST કલેક્શન 1.60 લાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. GST 1 જુલાઈ 2017 ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. જૂન 2023માં કુલ જીએસટી કલેક્શન રૂ. 1,69,497 કરોડ હતું, જેમાં કેન્દ્રીય જીએસટી રૂ. 31,013 કરોડ, રાજ્ય જીએસટી રૂ. 38,292 કરોડ હતું. જ્યારે ઈન્ટિગ્રેટેડ GST રૂ. 80,292 કરોડ હતું. જેમાં આયાત પર જીએસટીમાંથી 39,035 કરોડ રૂપિયા મળ્યા છે. તે જ સમયે, સેસ 11,900 કરોડ પણ આમાં સામેલ છે. જૂન 2023માં GSTની આવક ગયા વર્ષે જૂનમાં મળેલી GST આવક કરતાં 12 ટકા વધુ છે. અગાઉ એપ્રિલમાં 1.87 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ રેવન્યુ કલેક્શન થયું હતું. જ્યારે મે મહિનામાં તે 1.57 લાખ કરોડ હતું.