Site icon Revoi.in

ચૈત્ર નવરાત્રિનો 9મી એપ્રિલથી પ્રારંભ, જાણો ઘટસ્થાપના અને કલશ સ્થાપના મૂહૂર્ત

Social Share

ધાર્મિક ગ્રંથો અનુસાર માતા દુર્ગા નવરાત્રિના નવ દિવસ ભક્તોની વચ્ચે ધરતી પર નિવાસ કરે છે. ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી ચૈત્ર નવરાત્રિ શરૂ થાય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024 થી શરૂ થઈ રહી છે, તે રામ નવમી પર સમાપ્ત થશે. આ વખતે ચૈત્ર નવરાત્રિ પર માતાજી ઘોડા પર સવાર થઈને આવશે.

પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 8 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 11:50 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 9 એપ્રિલ 2024 ના રોજ રાત્રે 08:30 વાગ્યે સમાપ્ત થશે.

આ વર્ષે ચૈત્ર નવરાત્રી 9 એપ્રિલ 2024થી શરૂ થશે અને 17 એપ્રિલ 2024ના રોજ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં ચૈત્રી નવરાત્રિ પૂરા 9 દિવસ સુધી ઉજવવામાં આવશે. આ વર્ષે કોઈ તિથિનો ક્ષય થયો નથી.

માતાજીનું વાહન શુભ અને અશુભ પરિણામોનું સૂચક માનવામાં આવે છે. પ્રકૃતિ અને માનવ જીવન પર તેની ભારે અસર પડે છે. આ વખતે ચૈત્ર નવરાત્રિ દરમિયાન મા દુર્ગાનું આગમન ઘોડા પર થઈ રહ્યું છે. ઘોડાને મા દુર્ગાનું શુભ વાહન માનવામાં આવતું નથી, તે યુદ્ધ અને કુદરતી આફતો સૂચવે છે. સત્તા પરિવર્તન થાય છે.

ચૈત્ર નવરાત્રી 2024 તારીખો (ચૈત્ર નવરાત્રી 2024 તિથિ)