Site icon Revoi.in

ભારત-શ્રીલંકા વચ્ચે ટી-20 અને ટેસ્ટ સિરીઝના શિડ્યુઅલમાં ફેરફાર

Social Share

નવી દિલ્હીઃ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટી-20 અને ટેસ્ટ સીરિઝના શિડ્યુઅલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ અંગે બીસીસીઆઈ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે. શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવશે. અહીં બંને ટીમ વચ્ચે 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમાશે. પહેલા બંને ટીમ વચ્ચે 25મી ફેબ્રુઆરીથી સિરીઝ શરૂ થવાની હતી. જો કે, હવે 24મી ફેબ્રુઆરીથી ટી-20 સિરીઝનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે.

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે 24મી ફેબ્રુઆરીથી ટી-20 સિરીઝની પ્રથમ મેચ લખનૌમાં રમાશે. જ્યારે બીજી અને ત્રીજી ટી-20 તા. 26 અને 27મી ફેબ્રુઆરીના રોજ ધર્મશાળામાં રમાશે. જો કે, આ પહેલા ટી-20 મેચ 13 માર્ચથી શરૂ થવાની હતી. જે ટેસ્ટ સિરીઝની વાત કરવામાં આવે તો તેના શિડ્યુઅલમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ તા. 4 માર્ચના રોજ મોહાલીમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ તા. 12મી માર્ચના રોજ બેંગ્લોરમાં રમાશે. આ પહેલા ટેસ્ટ સિરીઝની પહેલી મેચ તા. 25મી ફેબ્રુઆરી અને બીજી ટેસ્ટ મેચ તા. 5મી માર્ચના રોજ રમાવાની હતી. ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી ટી-20 અને ટેસ્ટ સીરિઝ માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે હાલ ચાલી રહેલી સિરીઝ બાદ ટીમની જાહેરાત કરવામાં આવે તેવી શકયતા છે.