મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવી દિલ્હીમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીની સૌજન્ય મુલાકાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલની રાષ્ટ્રપતિજી સાથેની આ પ્રથમ મુલાકાત હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બીજી વાર ગુજરાતનું શાસન દાયિત્વ સંભાળવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
દિલ્હીની મુકાલાતે ગયેલા ભુપેન્દ્ર પટેલે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભૂપેન્દ્ર પટેલને સતત બીજીવાર ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળવા બદલ અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી.