Site icon Revoi.in

સુરતમાં હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાના સેવન, વેચાણ પર પ્રતિબંધ

Social Share

સુરત :  શહેરમાં હેલ્થ વોર્નિંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તેમજ હુક્કાના સેવન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર દ્વારા નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને નેસ્તનાબુદ કરવા માટે   અભિયાન ચાલુ કર્યું છે. જે અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસ નાર્કોટિક્સ ડ્રગ્સની બદીને ડામવામાં સફળ રહ્યા છે. શહેર વિસ્તારમાં આવેલા પાનના ગલ્લા તથા ટોબેકો પ્રોડક્ટસના હોલસેલ વિક્રેતાઓ દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ હુક્કાનુ વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેના સેવનના કારણે યુવાધન નશાખોરીના રવાડે ચઢી પોતાના આરોગ્યને જોખમમાં મુકે છે.

ભારત સરકાર દ્વારા ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાના સેવન અને વેચાણ ઉપર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે. જેથી આવા રી-ટેઇલર તથા હોલસેલ વેચાણ કરતા વિક્રેતાઓને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા પોલીસ કમિશ્નરે સુચનાઓ આપી છે. તે અનુસાર એસ.ઓ.જી. આવા લોકોને શોધવા માટેનું કામ કરી રહ્યું છે. સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવા પ્રકારની ભારતીય હેલ્થ વોર્નીંગ વિનાની સિગારેટ, ઈ-સિગારેટ તથા ઈ-હુક્કાનુ વેચાણ કરતા પાનના ગલ્લાઓ તથા ટોબેકો પ્રોડકટ્સના હોલસેલ દુકાનદારો ઉપર વોચ રાખવા એસ.ઓ.જીની અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. જે ટીમો દ્વારા આવા વિક્રેતાઓ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી હતી.

પોલીસ દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા. બાતમી મળી કે, અઠવા ભાગા તળાવ પાણીની ભીંત પાસે જુના કોંગ્રેસ હાઉસની સામેના મકાનમાં એમ.એસ.કલેક્શન “નામની દુકાનમાં ઇલેક્ટ્રીક સામાન વેચવાની આડમાં ઇ-સિગારેટનુ વેચાણ કરે છે. જે બાતમી આધારે ટીમે દરોડા પાડીને શાબીર અબ્દુલરઉફ રવાણીને ઝડપી પાડ્યો હતો. તેની દુકાનમાં રાખેલા ઇલેક્ટ્રીક સામાન, ઘડીયાળના બોક્સની પાછળ સંતાડી રાખેલ (1) “SMOK VAPE PEN-22 “ કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલ ઇ-સિગરેટ ચાર્જર કેબલ સાથેની ઇ-સિગરેટના બોક્સ કુલ નંગ-109 (2) “ISTICK PICO” કંપનીની પ્લાસ્ટિકના બોક્સમાં પેક કરેલો ઇ-સિગારેટ ચાર્જર કેબલ સાથેની ઇ સિગારેટના બોક્સ કુલ નંગ-85 (3) “2500 PUFFS YUOTOXXL” કંપનીની પ્લાસ્ટીકના બોક્સમાં પેક કરેલો ઇ-સિગારેટના બોક્સ કુલ નંગ-15 (4) ઇ-સિગરેટની બેટરી-સેલ નંગ 85 તથા (5) “AL-FAKHR VAPE JUICE” કંપનીની અલગ-અલગ ફ્લેવરની 15 એમ.એલ.ની બોટલ નંગ-200,  જેની કિંમત 1,24,750ની તથા મોબાઈલ ફોન નંગ-2 કિ.રૂ.50,000/- મળી કુલ કિ.રૂ.1.74.750 મતાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.