Site icon Revoi.in

લાગુ થશે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ, આજે રાત્રે સીએએ પર નોટિફિકેશન જાહેર થવાની સંભાવના

Social Share

નવી દિલ્હી:  સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએએને લઈને મોટી જાણકારી સામે આવી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે સીએએ નિયમોને નોટિફાઈ કરે તેવી શક્યતા છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગત મહિને કહ્યુ હતુ કે સીએએ લાગુ કરવા માટે નિયમોની ઘોષણા લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સંશોધિત નાગરિકતા અધિનિયમ-2019ને લઈને રાજનીતિ લાંબા સમયથી ગરમાયેલી છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા પવન ખેડાએ કહ્યુ હતુ કે જો લોકસભા ચૂંટણી બાદ પાર્ટી સત્તામાં આવે છે, તો તે સીએએને રદ્દ કરશે. તેમણે કહ્યુ હતુ કે આસામમાં બહારથી આવેલા લોકોને કાયદેસર રીતે નિવાસની આખરી તારીખ 1971 છે, પરંતુ સીએએ તેને હટાવી દેશે, કારણ કે તેમા આખરી તીખ 2014 હશે.

કોંગ્રેસના નેતા આસામ સમજૂતી પ્રમાણે બાંગ્લાદેશમાંથી આસામમાં પ્રવેશ કરનારા લોકોને ભારતીય નાગરિકતા આપવા માટે 25 માર્ચ, 1971ની આખરી તારીખનો ઉલ્લેખ કરી રહ્યા હતા. સીએએ હેઠળ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 31 ડિસેમ્બર, 2014 અથવા તેના પહેલા બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા પ્રતાડિત બિનમુસ્લિમ પ્રવાસીઓ- હિંદુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરાય છે.

ડિસેમ્બર, 2019માં સંસદ તરફથી સીએએ પારિત થયો અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ પૂર્વોત્તર ક્ષેત્ર સહીત દેશના કેટલાક હિસ્સાઓમાં મોટા પ્રમાણમાં દેખાવો થયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલય નિયમ બનાવવા માટે સંસદીય સમિતિના નિયમિત સમયગાળા પર તેની સમયસીમા લંબાવવાની માગણી કરતું રહ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ગત મહિને કહ્યુ હતુ કે સીએએને લાગુ કરવા માટે નિયમોની ઘોષણા લોકસભા ચૂંટમી પહેલા કરવામાં આવશે.