Site icon Revoi.in

ગુજરાતના 10 જેટલા જિલ્લામાં વાતાવરણમાં પલટોઃ અનેક સ્થળોએ માવઠું પડ્યુ

Social Share

અમદાવાદ :  રાજ્યમાં ભર ઉનાળે વાતાવરણમાં પલટો આવવાની સાથે જ અનેક ઠેકાણે કરા સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. આ વરસાદના પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાઈ ગયું છે. અને  કેરી સહિતનાં પાક પર સંકટના વાદળો તોળાઈ રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ જ શનિવારથી રાજ્યના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દરમિયાન નવસારી, ડાંગ, અંબાજી, સુરેન્દ્રનગર, અમરેલી, કચ્છ, દાહોદ. પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠા સહિત અનેક ઠેકાણે વાતાવરણમાં પલટા સાથે માવઠું થયું હતું.

નવસારી પંથકમાં માવઠું થતા ખેડૂતોના માથે ફરી ચિંતા ના વાદળો છવાયા હતા વાદળ છાયાં વાતાવરણને કારણે નવસારી જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કેરીના પાકને નુક્શાનની ખેડૂતોને ભીતિ સતાવી રહી છે.  આ ઉપરાંત અંબાજી પંથકમાં વાતાવરણ પલટાયું છે. સવારથી જ વાદળછાયા વાતાવરણમાં આકાશમાં વાદળો છવાતા વાતાવરણમા ઠંડક પ્રસરી ગઈ હતી. બપોર પછી કમોસમી વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાત સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતથી વતવારણમાં પલટો આવ્યો છે.

હિંમતનગરમાં રાત્રી દરમિયાન વીજળી સાથે વાદળનો ગડગડાટ થયો હતો જ્યારે હિંમતનગરમાં રાત્રી દરમિયાન પવન સાથે સામાન્ય વરસાદના છાંટા પડ્યા હતા. જ્યારે વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે. તેમજ અરવલ્લી જિલ્લામાં વાતાવરણ પલટો આવ્યો છે. વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયું છે. જિલ્લામાં ટીંટોઇ, મોટી ઇસરોલ , જીવણપુર સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. માવઠું થવાની ભીતિ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

મગફળી,બાજરી સહિતના પાકને નુકશાન થવાની ભીતી ખેડુતો વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત પંચમહાલ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અહીંયા વાદળછાયાં વાતાવરણ અને કમોસમી વરસાદના આગમનની છડી પોકારતું વાતાવરણ સર્જાયું છે. વહેલી સવારે ભારે ઉકળાટ બાદ ઠંડા પવનો સાથે વાતાવરણ બદલાયું છે. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. દાહોદ સહિત સમગ્ર જિલ્લા માં વાદળછાયું જોવા મળ્યું છે. જિલ્લાના લીમખેડામાં કમોસમી વરસાદ થતા ધરતી પુત્રોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.